Breaking News

પુનઃજન્મ ને યાદ કરીને છોકરો પહોંચ્યો પોતાના ઘરે, મૃત્યુની કહાની સાંભળીને રડી પડ્યા પરિવારના લોકો…

આપણા ભારત દેશમાં ભણેલા લોકોની કોઈ કમી નથી પંરતુ ઘણી વખત એવા તત્થો સામે આવી જતા હોય છે, જે આપણા જ્ઞાનથી બહારના હોય છે. આજ ક્રમમાં તાજેતરમાં એક મામલો સામે આવ્યો છે,

જે બધાને હેરાન કરી રહ્યો છે. આપણે મોટેભાગે ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પુનઃજન્મને લગતી કહાનીઓ સાંભળતા આવ્યા છીએ, જોકે આમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું જુઠ્ઠાણું છે, તેના વિશે કોઈને ખબર નથી પંરતુ હાલમાં ઉત્તરપ્રદેશના મૈનપૂરી જિલ્લામાં એક પુનઃજન્મને લાગતો કિસ્સો સામે આવ્યો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નગલા ગામના નિવાસી પ્રમોદકુમાર ના ઘરે ત્યારે સન્નાટો છવાઈ ગયો જ્યારે એક બાળકે આવીને તેમને પિતા કહી દીધું હતું. તેઓ આ બાળકને જોઈને કંઈ સમજી શક્યા નહિ અને તેને પિતા કહેવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે છોકરાએ કહ્યું કે તેના ગયા જન્મમાં નહેરમાં સ્નાન કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયું હતું

અને હવે તે પુનઃજન્મ લઈને પરત આવ્યો છે. આ વાત સાંભળતા જ પ્રમોદ કુમારની પત્ની એ પુત્રને ગળે લગાવી દીધો અને આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. આ દરમિયાન પરિવારના લોકોએ કહ્યું કે તેમના પુત્રનું વર્ષ 2013માં 13 વર્ષની ઉંમરે પાણીમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થઈ ગયું હતું.

પ્રમોદ કુમાર અનુસાર દિકરાના મૃત્યુ પછી તેઓ દીકરીના સહારે જીવી રહ્યા હતા. તેઓ કહે છે કે જ્યારે પુત્રનું મૃત્યુ થયું ત્યારે તે માધ્યમિક વિધાલયમાં અભ્યાસ કરતો હતો. જ્યારે આ છોકરા સાથે પુનઃજન્મ વિશે વાત કરવામાં આવી તો આખું ગામ ચોંકી ગયું હતું. કારણ કે દીકરા દ્વારા કહેવામાં આવેલી બધી જ વાતો એકદમ હકીકત સ્વરૂપ હતી. હાલમાં આખા ગામમાં આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.

ગામમાં છોકરાને પોતાની સાથે લઈને આવનાર રામનરેશે કહ્યું કે તેમના ઘરે આઠ વર્ષ પહેલાં આ પુત્રનો જન્મ થયો હતો. હવે જ્યારે તેનામાં બોલવાની આવડત આવી તો તે તેના પુનઃજન્મ વિશે વાતો કરવા લાગ્યો હતો.

રામનરેશ કહે છે કે ઘણી વખત તેમનો દીકરો તેમના જૂના માતાપિતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો પંરતુ તેને ખોઈ બેસવાને ડરને લીધે તેઓએ ક્યારેય પુત્રની ઈચ્છા પૂર્ણ કરી નહોતી. જોકે બાદમાં તેમને તેમના પુત્રની જીદ આગળ નતમસ્તક થવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે જ્યારે પુત્ર તેના ઘરે પહોંચ્યો તો તેના પુનઃજન્મની વાતો સાંભળવા દૂર દૂરથી લોકો ભેગા થવા લાગ્યા હતા. જ્યારે આ ગામમાં માધ્યમિક વિધાલયના પ્રધાન સુભાષ યાદવ પહોંચ્યા તો બાળકે તેમને નામથી બોલાવ્યા હતા. જેને જોઈને ગામના લોકો ચોંકી ગયા હતા. જોકે હાલમાં આ મામલો સાંભળીને તમને થોડુંક અજુગતું લાગતું હશે પંરતુ આ એકદમ સત્ય વાત છે.

About gujju

Check Also

આ રાશિના જાતકો હોય ખુબ ભાગ્યશાળી સુખ-સંપત્તિમાં આજીવન આળોટે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ રાશિઓ અને ગ્રહોનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ, ચારિત્ર્ય, ગુણો અને ભવિષ્ય પર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *