Breaking News

મલાઈકાની જિંદગીમાં આવ્યા દુઃખના દિવસો, માતાને એકલી છોડીને અહી ચાલી ગયો પુત્ર…

બોલીવુડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા આ દિવસોમાં સોશ્યલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને અવારનવાર તેની તસવીરો તથા વીડિયો શેર કરતી રહે છે. હંમેશા ખુશ જોવા મળતી મલાઈકા આ દિવસોમાં દુઃખી જણાઈ રહી છે અને તેની પાછળનું કારણ તેનો પુત્ર અરહાન કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં અરહાન માતાને છોડીને વિદેશ ચાલી ગયો છે અને સા વિશે મલાઈકાએ સોશ્યલ મીડિયામાં પોતાનું દુઃખ પ્રગટ કર્યું છે.

જાણકારી માટે તમને કહી દઈએ કે આ દિવસોમાં મલાઈકાએ પોતાના પુત્રને લઈને દુઃખ પ્રગટ કર્યું છે અને આ સાથે તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ શેર કરી છે. તેણીએ પોસ્ટમાં દીકરાને લઈને પેદા થનાર ડર અને ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે અભિનેત્રીએ પુત્ર સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. મલાઈકા ની આ પોસ્ટની ખાસ વાત એ છે કે તેણીએ પોસ્ટ શેર કરતા મસ્ત કેપશન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે મલાઈકાએ આ પોસ્ટ શેર કરતા પુત્રના નવા સફરની વાત કરી છે. તેણે કહ્યું છે કે જ્યાં અમે બંને એક નહી અને અજાણ્યા સફર પર જઈ રહ્યા છીએ. આ સાથે ડર, ખુશી, ચિંતા અને અનુભવ પણ સાથે ચાલી રહ્યા છે. હું ફક્ત એટલું કહી શકું છું કે મને ખૂબ ગર્વ છે અરહાન. આ સમય તમારો છે અને તમે તમારી પાખો ખોલીને ઉડી લો. હું તમને અત્યારથી ખૂબ મિસ કરું છું.

હવે તમે વિચારતા હશો કે પુત્રએ માતાને છોડીને વિદેશ જવાનો નિર્ણય શા માટે લીધો? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અરહાન પોતાના અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યો છે. મલાઈકાએ આ દરમિયાન અરહાનનો કૂતરાને ગળે લગાવી એક તસવીર શેર કરી છે. જેમાં તેણીએ લખ્યું છે કે ગુડ બાય કહેવું મુશ્કેલ છે.

નોધપાત્ર રીતે મલાઈકાએ ગયા રવિવારે રી યુનિયન રાખ્યું હતું. જેમાં અરહાન ખાનના પિતા અરબાઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અરબાઝ ખાનની સાથે સાથે બહેન અમૃતા અરોરા પણ હાજર રહી હતી. આ સાથે મલાઈકાએ અરહાન સાથે સોમવારે મોર્નિંગ વોક કર્યું હતું. આ દરમિયાન તેણીએ ઉદાસી ભર્યા ચહેરા સાથે એક પોસ્ટ શેર કરી હતી. મલાઈકા ના ચહેરા પર આ ઉદાસીનું કારણ પુત્ર અરહાન ખાન હતો.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *