Breaking News

ક્રિકેટ જગતના આ ક્રિકેટરોનું લગ્ન જીવન રહ્યું છે એકદમ બેકાર, જેમાંથી કેટલાક તો આજે પણ જીવી રહ્યા છે સિંગલ લાઈફ…

બોલીવુડ જગતની સાથે સાથે ક્રિકેટ સાથે જોડાયેલ ક્રિકેટરો
પણ હમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. ફેન્સ હંમેશા ક્રિકેટરો ની આકર્ષક બેટિંગ જોઈને પ્રભાવિત થઈ જાય છે અને તેમને અનુસરવા લાગે છે. જોકે કેટલાક ક્રિકેટરો એવા પણ છે કે જેમની પ્રોફેશનલ લાઈફ તો સારી રહી છે પંરતુ તેમનું અંગત જીવન ખૂબ જ ખરાબ રહ્યું છે. હકીકતમાં ક્રિકેટ જગતમાં એવા ઘણા ખેલાડીઓ રહી ચૂક્યા છે કે જેમના વાસ્તવિક જીવનમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને આજે તેઓ સિંગલ લાઈફ જીવી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કયા કયા સિતારાઓ શામેલ છે.

મહોમ્મદ શમી :- મહોમ્મદ શમીએ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. જોકે હસીને મહોમ્મદ ના ચરિત્ર પર ઘણા સવાલ ઊભા કરી દીધા હતા. આ સાથે પત્નીના લીધે મહોમ્મદ શમીને ટીમ ઇન્ડિયા માંથી પણ બહાર રહેવું પડયું હતું. જેના પછી બાદમાં મહોમ્મદે તંગ આવીને હસીન જોડેથી છૂટાછેડા લીધા હતા.

શોએબ મલિક :- પાકિસ્તાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક ને દરેક વ્યક્તિ ઓળખે છે. તેઓએ હાલમાં ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. જોકે તેઓએ સાનિયા સાથે લગ્ન કરતા પહેલા બીજા એક લગ્ન કર્યા હતા. જોકે તેઓએ વર્ષ 2002માં સાનિયા સાથે લગ્ન કરવા માટે તેમની પહેલી પત્ની આયશા સિદ્દકી ને તલાક આપી દીધા હતા.

વિનોદ કાંબલી :- ક્રિકેટ જગતના ધુરંધર ખેલાડી વિનોદ કાંબલીએ તેના બાળપણની મિત્ર નુવ્વેલા લુઇસ સાથે લગ્ન કર્યા હતા પંરતુ બાદમાં અંગત કારણોસર બંનેએ એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા.

દિનેશ કાર્તિક:- દિનેશ કાર્તિક ના લગ્ન નિતિશા વંજરા સાથે થયા હતા પંરતુ વર્ષ 2002માં તેઓએ એટલા માટે છૂટાછેડા લઈ લીધા હતા કારણ કે નિતિશાનું મુરલી વિજય સાથે એક્સ્ટ્રા અફેર ચાલી રહ્યું હતું. જેના પછી દિનેશે વર્ષ 2013માં દીપિકા પલ્લિકલ સાથે બીજા લગ્ન કર્યા હતા..

મોહમ્મદ અઝરૂદ્દીન :- મોહમ્મદ અઝરૂદ્દીન ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓએ નોરીન સાથે લગ્ન કર્યા હતા. જોકે શરૂઆતમાં તેઓ પોતાની પરણિત જિંદગીથી ખૂબ ખુશ હતા પંરતુ અચાનક તેમના જીવનમાં ભૂકંપ આવી જાય છે. હકીકતમાં આ સમય દરમિયાન અભિનેત્રી સંગીતા બિજલાની તેમના જીવનમાં આવી હતી. જેના લીધે મોહમ્મદ અઝરૂદ્દીને પત્ની નોરિન સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તમને જણાવી દઈએ કે મોહમ્મદ અઝરૂદ્દીન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે જેનું નામ અઝહર છે.

About gujju

Check Also

દીકરી સાથેના ડાન્સનો આ વ્યક્તિએ શેર કર્યો વિડિઓ, કોઈ બીજાના નામે ફરી રહેલ છે આ વિડિઓ તમે જોયો?

સોશિયલ મીડિયા પર કોઈ સારી વાત જેટલી ઝડપથી વાઇરલ જાય છે એટલી જ ઝડપથી ખોટી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *