Breaking News

વજન વધારાથી કંટાળી ગયા છો? તો આ ઘરેલુ ઉપચાર ચપટી વગાડતા ઘટાડી થશે વજન, મળી જશે તરત જ રાહત….

દોસ્તો જો તમે ફટાફટ વધી રહેલા વજન વધારાથી કંટાળી ગયા છો તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સામાન્ય રીતે લોકો વજન ઓછું કરવા માટે ઘણી મહેનત કરતા હોય છે પંરતુ યોગ્ય ઉપાય કરવા છતાં વજન ઓછું કરી શકાતું નથી. આવામાં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વજન ઓછું કરવા માટે ડાયટ પ્લાન મેનેજ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ફક્ત દોડવાથી અને એક્સરસાઇઝ કરવાથી વજન ઓછો કરી શકાતો નથી.

ફેમસ આર્યુવેદ ડોકટર અબરાર મુલતાની કહે છે કે વજન ઓછું કરવા માટે સૌથી પહેલા તમારે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર છે. તમારે એક વર્કઆઉટ રૂટિન લાઈફ અને હેલધી ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ. આ સિવાય આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેની મદદથી તમે વજન ઓછું કરી શકો છો.

આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને આ રામબાણ ઔષધીઓ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.

1. મેથીનું પાણી :- તમે વજન ઓછું કરવા માટે મેથીનો ઉપયોગ કરી શકો છો. મેથીમાં એવા ઘણા પોષક ગુણધર્મો મળી આવે છે, જે આસાનીથી વજન ઓછું કરવા માટે કામ કરે છે. આ સાથે તેમાં મળી આવતું ફાઈબર મેટાબોલિઝમ અને પાચન શક્તિ વધારવા માટે કામ કરે છે. આજ કારણ છે કે જ્યારે તમે મેથીનું પાણી પીવો છો તો તેનાથી આ આસાનીથી વજન ઓછું કરી શકાય છે.

2. જિનસેંગ :- વજન ઓછું કરવા માટે જિનસેંગ પણ કારગર ઔષધિ માનવામાં આવે છે. જેને હાલમાં સમગ્ર દુનિયાભરમાં લોક પ્રિયતા પ્રાપ્ત કરી છે. નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર તમારે જિનસેંગની ચા બનાવીને પીવી જોઈએ. જેનાથી વજન ઓછું કરવા માટે કામ કરે છે. હકીકતમાં જિનસેંગની ચા પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે ભોજનથી દૂર રહી શકો છો.

3. ફુદીનો :- વજન ઓછું કરવા માટે ફુદીનો પણ તમારી મદદ કરી શકે છે. પેટની ચરબી ઓછી કરવાથી લઈને પાચન શક્તિ યોગ્ય રાખવા સુધી ફુદીનો ખૂબ જ કારગર માનવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર ફુદીનો ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે જે વજન ઓછું કરવા માટે કામ કરે છે. આ સિવાય તેનાથી મેટાબોલિઝ્મ પણ વધે છે. તમને જણાવી દઈએ કે તમે ફુદીનાની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *