Breaking News

સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કડનો મોટો ખુલાસો, કહ્યું- પતિ નોકરાણી ની જેમ કરતો હતો વર્તાવ….

સામાન્ય રીતે બોલીવુડ અને ટીવી જગતની લાઇમલાઇટ આગળ દરેક વાસ્તુ ઝાંખી પડી જાય છે. આ સાથે બોલીવુડમાં સંબંધો અવારનવાર બનતા અને તૂટતાં રહે છે. જો આપણે ટીવી જગતની હસીનાઓ વિશે વાત કરીએ તો તેઓ અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે. આજ ક્રમમાં તાજેતરમાં બિગ બોસ ફેમ દીપિકા કક્કડે તેના અંગત જીવન વિશે ખુલાસા કર્યા છે.

તમે આજ પહેલા દીપિકા કક્કડ અને તેમના પતિ શોએબ ઇબ્રાહિમ ને તેમની ટ્યુનિંગ ને કારણે જાણતા હશો. હાલમાં દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ સુખેથી જીવન પસાર કરી રહ્યા છે.

જોકે દીપિકા શોએબ સાથે લગ્ન કરતા પહેલા એક મુશ્કેલ લગ્ન જીવનનો અનુભવ કરી ચૂકી છે. હકીકતમાં દીપિકાએ શોએબ પહેલા રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નને લઈને દીપિકાએ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે પતિ મારી સાથે નોકરાણી ની જેમ વ્યવહાર કરતો હતો.

તમને જણાવી દઈએ કે દીપિકા અને રોનકના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા હતા ત્યારે તેમના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી. આ દરમિયાન દીપિકાને સિરિયલ માં સાથે કામ કરતા શોએબ સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે શોએબ મુસ્લિમ અને દીપિકા હિન્દુ હોવાને લીધે તેમના લગ્ન જીવનને સાર્થક બનાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. જોકે લગ્નની ઈચ્છા પૂર્ણ કરવા માટે દીપિકાએ પોતાનું નામ ફૈઝા રાખ્યું હતું અને આજે પણ તેમના ઘરમાં દીપિકાએ ફૈઝા તરીકે બોલાવવામાં આવે છે. હાલમાં બંને એકબીજાથી ઘણા ખુશ છે.

હાલમાં થોડાક સમય પહેલા શોએબ ના પિતા હોસ્પિટલમાં એડમીટ હતા ત્યારે દીપિકા અને શોએબ બંને એ તેમની ખૂબ સેવા કરી હતી. આ સાથે પોતાનો બેડરૂમ પણ પિતાને રહેવા માટે આપી દીધો હતો. હવે જ્યારે શોએબ અને દીપિકાએ પોતાનો બેડરૂમ છોડી દીધો તો એવી અફવા ફેલાવી લાગી કે દીપિકા સાથે પરિવારના લોકો નોકરાણી ની જેમ વર્તાવ કરે છે. જેના પછી સોશ્યલ મીડિયામાં વિચિત્ર પ્રકારની કોમેન્ટ આવી રહી છે.

જેમાં એક યૂઝર્સએ કહ્યું કે તમે તો તેમની પ્રાઈવેસી પણ લઈ લીધી. જેના જવાબમાં દીપિકાએ લખ્યું કે તમને શરમ આવવી જોઈએ, જો તમે આવા શબ્દોનો ઉપયોગ કર્યો. દીપિકાએ આગળ કહ્યું કે આપણે આવા નાજુક સમયમાં કોઈની મદદ નથી કરી શકતા તો આપણને તેને ખરાબ કહેવાનો પણ કોઈ હક નથી.

હું માફી માંગુ છું મારા સસરા જોડેથી… જેમને મને એક વહુની જેમ નહિ પણ દીકરીની જેમ રાખી. જો જરૂરિયાત પડશે તો રૂમની જગ્યાએ રસ્તા પર સૂવું પડશે તો પણ પાછળ નહીં પડીશ.. કારણ કે તે મારા માતાપિતા છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *