Breaking News

સવારે ઉઠતાની સાથે જ ખાઈ લો આ એક વસ્તુ, જિંદગીભર નહીં થાય કોઈ રોગ, ડાયાબીટીસ ના દર્દીઓ માટે તો છે અમૃત સમાન…

આજે દેશની મોટાભાગની આબાદી ડાયાબીટીસ જેના ગંભીર રોગનો સામનો કરી રહી છે. આ બિમારીથી પીડિત લોકોએ પોતાની દવાઓની સાથે સાથે ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જોકે તમને જણાવી દઈએ કે આ બિમારીથી પીડિત વ્યક્તિ માટે કાળા ચણા ઔષધિ સમાન સાબિત થઈ શકે છે.

હેલ્થ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ડાયાબીટીસ એક એવી બીમારી છે, જેના બ્લડ સુગર ઉપર નીચે થતું રહે છે. ખરાબ ખાનપાન, વ્યસ્ત જીવનશૈલી અને ફિઝિકલ એક્તિવિટીના અભાવને કારણે ડાયાબીટીસ ની સમસ્યા થતી હોય છે.

જેના લીધે ઘણા લોકો તો બહુ નાની ઉંમરે આ બીમારીનો શિકાર બની જતા હોય છે. ફેમસ આયુર્વેદ ડોકટર અબરાર મુલતાની કહે છે કે જ્યારે શરીરમાં પૈનક્રિયાઝ હોર્મોન બનવાનું ઓછું અથવા તો બંધ થઈ જાય છે ત્યારે શરીરમાં બ્લડ સુગર અચાનક વધી જાય છે. જે પાછળથી ડાયાબીટીસ નું કારણ બને છે. લોહીમાં સુગર વધતા વ્યક્તિને કિડની ફેલ, હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે કાળા ચણા લોહીમાં આસાનીથી ભળી જાય છે. આજ કારણ છે કે બ્લડ સુગર ને કાબૂમાં કરવા માટે કાળા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા ચણામાં વિટામિન એ, બી, સી, ડી અને ઇ મળી આવે છે. આ સાથે તે ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ નો સારો સ્ત્રોત છે. કાળા ચણામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો પણ મળી આવે છે, જે હૃદય રોગને દૂર કરવા માટે કામ કરે છે.

તમને જણાવી દઈએ કે જો તમે ડાયાબીટીસ નો શિકાર બની ગયા છો તો તમારે કાળા ચણાને ફણગાવીને અથવા તો સવારે નાસ્તામાં કાચા અથવા શાકભાજી બનાવીને ખાવા જોઈએ.

ડાયાબિટીસ ના દર્દીઓ માટે કાળા ચણાનું પાણી પણ કારગર સાબિત થઈ શકે છે. આ માટે રાતે સૂતી વખતે કાળા ચણા પલાળીને રાખો. હવે સવારે ઊઠીને ચણા યુક્ત પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં જામી ગયેલ વધારાના ગ્લુકોઝ નો નાશ થાય છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *