Breaking News

કોઈ ફિલ્મી અભિનેત્રી કરતા ઓછી નથી દેખાતી ટીવી એંકર અંજના ઓમ કશ્યપ, આટલા કરોડની છે માલકીન, જીવે છે લક્ઝરી લાઇફ…

ભારતની વિવિધ ન્યુઝ ચેનલમાં કામ કરી રહેલા ટીવી એંકર પોતાની અલગ અલગ સ્ટાઇલ ને લીધે હંમેશા ચર્ચાનો વિષય બનીને રહે છે. આ યાદીમાં એક નામ અંજના ઓમ કશ્યપ નું છે, જેનું નામ પત્રકારોની યાદીમાં ટોચ પર લેવામાં આવે છે. વળી તમે બધાએ અંજના ઓમ કશ્યપ ને ઘણી વખત ટીવીમાં જોઈ હશે.

તમને જણાવી દઈએ કે હાલમાં અંજના ઓમ કશ્યપ ભારતીય ચેનલ આજતક સાથે જોડાયેલી છે. તેણીની પોતાના શો હલ્લા બોલ અને આજતક પર વિશેષ રિપોર્ટ માટે જાણીતી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને અંજના ઓમ કશ્યપ સાથે જોડાયેલ રસપ્રદ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

12 જૂન 1975ના રોજ રાંચીમાં જન્મેલી અંજના ઓમ કશ્યપે જર્નાલિસ્ટમાં સ્નાતક પૂર્ણ કર્યું છે. જ્યારે તેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે તે દૂરદર્શનમાં કામ કરવા લાગી હતી. ત્યારબાદ તેણે ઝી ન્યુઝ ચેનલ સાથે જોડાઈ ગઈ હતી.

જેના પછી તેણીની ઝી ન્યુઝ 24 ચેનલમાં કામ કરવા લાગી હતી. ત્યારબાદ તે ફેમસ ન્યુઝ ચેનલ આજતક માં કામ કરવા લાગી હતી. આ શોમાં આવ્યા પછી તેણીએ હલ્લાબોલ અને વિશેષ રિપોર્ટ જેવા ડીબેટ શો કરીને હેડલાઇન્સ બનાવી રહી છે.

અંજના ઓમ કશ્યપે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ના પોલીસ સેવાના કેડર ના અધિકારી મંગેશ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. જો ખબરની વાત માની લેવામાં આવે તો અંજના ઓમ કશ્યપ ની મંગેશ સાથે પહેલી મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી. હાલમાં મંગેશ દિલ્હી પોલીસના ઉપાયુક્ત અને 2016માં દિલ્હી નગર નિગમ ના મુખ્ય અધિકારી હતા. હાલમાં અંજના ઓમ કશ્યપ બે બાળકોની માતા પણ છે. સફળ કરિયર સાથે તેણીની સુખી જીવન જીવી રહી છે.

પત્રકાર અંજના ઓમ કશ્યપ ઘણા ટીવી ન્યૂઝ ચેનલ માં કામ કરી ચૂકી છે. હવે જો આપણે તેની સંપતિ વિશે વાત કરીએ તો તેના વિશે જાણીને તમારી પગ નીચેથી જમીન સરકી જશે. હકીકતમાં અંજના આજે 50 કરોડ રૂપિયાની માલિકી ધરાવે છે અને તેની ખ્યાતિ પણ ગયા વર્ષો કરતા ઘણી બધી ગઈ છે.

આજ કારણ છે કે તેના કામ અમે કમાઈ બંનેમાં દમદાર વધારો થઈ રહ્યો છે. આજતક ન્યુઝ ચેનલ અન્ય ન્યુઝ ચેનલ ની સરખામણીમાં સૌથી આગળ છે. એક ખાસ રિપોર્ટ અનુસાર અંજનાની વાર્ષિક ઈનકમ ત્રણ કરોડ રૂપિયા છે. આ સાથે અંજના પણ બધા જ પત્રકારો કરતા સૌથી વધુ ટેકસ ચૂકવે છે.

તમને જણાવી દઈએ કે અંજના ઓમ કશ્યપ પાસે ઘણી રીયલ એસ્ટેટ સંપતિ પણ છે, જે દેશના અલગ અલગ ખૂણામાં સ્થિત છે. જો આપણે કાર કલેક્શન વિશે વાત કરીએ તો પણ તેની પાસે ઘણી વૈભવી ગાડીઓ છે, જેના પરથી કહી શકાય કે અંજના ની લાઇફસ્ટાઇલ કોઈ ફિલ્મી સ્ટાર કરતા ઓછી નથી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *