Breaking News

ટોક્યો ઓલિમ્પિક્સ માં મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ પાસે છે અઢળક પૈસા, જાણો કેટલી સંપતિની છે માલકીન…

આ દિવસોમાં દેશભરમાં ટોક્યો ઓલિમ્પિક્સ ની મેચોનો ડંકો વાગી રહ્યો છે. હાલમાં જ ભારત વતી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું. જોકે આ પહેલા પણ મીરાબાઈએ 49 કિલોગ્રામ વર્ગમાં રજત પદક પ્રાપ્ત કર્યું હતું.

તેને ફક્ત રાષ્ટ્રમંડળ ખેલમાં ભાગ લીધો હતો સાથે સાથે વિશ્વ ચેમ્પિયન ખેલમાં પણ રજત પદક જીતવામાં મદદ કરી છે. જેના લીધે તેની સરકાર દ્વારા પણ ઈનામ આપીને પ્રશંસા કરવામાં આવી રહી છે.

ખાસ કરીને તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2018માં પણ મીરાબાઈ પોતાનો જલવો બતાવી ચૂકી છે. આ વર્ષે તેમને ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપીને નવાજવામાં આવી હતી.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે વર્ષ 2014માં રાષ્ટ્રમંડળ ગ્લાસગો માં મહિલાઓના 48 કોલોગ્રામ ભાર પ્રતિયોગિતામાં વિજયી બની હતી. જેના પછી તેમની ઉપલબ્ધિ વર્ષ 2017માં જોવા મળી હતી. હકીકતમાં તેણે કેલિફોર્નિયામાં વેટલીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ પદક મેળવ્યું હતું. જો આપણે મીરાબાઈ ની સંપતિ વિશે વાત કરીએ તો તેની પાસે 5 કરોડની સંપતિ છે.

ગયા વર્ષે તેની ઈનકમ માં 10% વધારો જોવા મળ્યો હતો. જો ખબરની વાત માની લેવામાં આવે તો તેની કમાઇનો મોટાભાગનો હિસ્સો બ્રાન્ડ જાહેરાત માંથી મળી રહે છે. આજે મીરાબાઈ પાસે એશોઆરામ ની કોઈ વસ્તુની અછત નથી. જ્યારથી તેણે ટોક્યો ઓલિમ્પિક્સ માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે.

ત્યારે લોકો તેના પર તારિફોમાં પુલ બાંધી રહ્યા છે. જ્યાં એક બાજુ ટિચિંગ એપ BYJU’S તરફથી 50 લાખ આપવામાં આવ્યા છે તો બીજી તરફ મણિપુર સરકાર તરફથી એક કરોડ આપવામાં આવ્યા છે. આ સાથે મણિપુર સરકાર દ્વારા તેને પોલીસ અધિક્ષક બનાવી છે.

જો આપણે મીરાબાઈ ના અંગત જીવન વિશે વાત કરીએ તો તેનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો. જ્યારે તેણીની 12 વર્ષની હતી ત્યારથી તેણે પોતાની અલગ ઓળખ બનાવીને સફળતા પ્રાપ્ત કરી હતી. આટલી ઉંમરે પણ તેણીની એટલી મજબૂત હતી કે લાકડીઓનો ભારો એકલા હાથે ઊંચકતી થઈ ગઈ હતી.

About gujju

Check Also

3 બાળકોની માતાએ શરીર પર બનાવેલા 17 લાખ રૂપિયાના ટેટૂ કરાવ્યા છે, હવે શરીર પર ટેટૂ કરાવવાનો ડર છે…

લોકો લાંબા સમયથી ટેટૂના શોખીન છે. ભૂતકાળમાં, લોકો તેમના મનપસંદ હીરો-હિરોઇનનું નામ શરીર પર ટેટૂની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *