Breaking News

સુપર ડાંસર 4માં એન્ટ્રી કરવા જઈ રહી છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી, યૂઝર્સ બોલ્યા :- પતિ રાજ કુંદ્રાએ અભિનેત્રીને બરબાદ કરી નાખી ..

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા ની ધરપકડ થઈ ત્યારથી સુપર ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળી રહી નથી. તમને જણાવી દઈએ કે આ શોમાં શિલ્પા શેટ્ટી ઘણા લાંબા સમયથી સક્રિય હતી.

જોકે હાલમાં તેણીની શૂટિંગ પર આવી રહી નથી અને તેની જગ્યાએ બીજા ઘણા સેલેબ્સ આવી રહ્યા છે. જ્યારે શોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી આવતી હતી તો એક અલગ જ માહોલ બની જતો હતો. જોકે તમને જણાવી દઈએ કે હવે શિલ્પા શેટ્ટી ફરી એકવાર શોનો ભાગ બનવા જઈ રહી છે.

આ શોમાં જજની ભૂમિકા નિભાવી રહેલા અનુરાગ બાસુએ કહ્યું કે અમે શિલ્પા શેટ્ટીને ખૂબ યાદ કરી રહ્યા છીએ, હા ફક્ત હું નહિ પણ આખી ટીમ તેમને યાદ કરે છે. અમારી વચ્ચે ખાસ બોન્ડ બની ગયો છે. ફક્ત અમે ત્રણ જજ નહિ પણ સેટ પર કામ કરતા બાકીના લોકો સાથે પણ અમારો ખાસ બોન્ડ છે. આ અમારી નાનકડી ફેમિલી છે અને જ્યારે આમાંથી કોઈ ગાયબ થઈ જાય છે ત્યારે અમને પસંદ આવતું નથી.

તમને જણાવી દઈએ શિલ્પા શેટ્ટીનો હાલમાં એક નાનકડો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણીની શોના આગામી શૂટિંગ માટે આવેલી દેખાય છે. હંમેશા હસી મજાકના મૂડમાં રહેનાર શિલ્પા શેટ્ટી આ વખતે ખૂબ જ નિરાશ દેખાઈ રહી છે.

જેના લીધે તેના ફેન્સ ના અલગ અલગ રીએકશન આવી રહ્યા છે. જેમાંથી એક યૂઝર્સ ને લખ્યું કે આ હસી કેમ રહી નથી તો બીજા યૂઝર્સ ને કહ્યું કે રાજ કુંદ્રા એ આનું કરિયર બરબાદ કરી નાખ્યું છે.

આ સાથે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણા સમયથી શોમાં જોવા મળી રહી નથી. જ્યારથી શિલ્પાના પતિ પર અશ્લીલ ફિલ્મો બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે ત્યારથી શિલ્પા આ શોથી દૂર છે.

શિલ્પા આ શોમાં જજ બનીને કામ કરી રહી હતી. જોકે 15 ઓગસ્ટ ના રોજ શિલ્પા શેટ્ટી રાજની ધરપકડ બાદ પહેલી વખત સાર્વજનિક રીતે બહાર જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પાએ કોવિડ-19 ફંડ રેઝર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેણીએ યામ, યોગનું મહત્વ સમજાવ્યું હતું.

તેણે કહ્યું કે ખરાબ સમયને લીધે મનમાં ખોટા વિચાર આવવા સંભવ છે પરંતુ આપણે હંમેશા શ્વાસોશ્વાસ ની પક્રીયા દ્વારા દ્વારા પોતાને પોઝિટિવ રાખવા જોઈએ.

About gujju

Check Also

નહીં જાણતા હોવ ઉત્તરાયણે કાળા તલ-ગોળ ખાવાની પરંપરાનું મહત્ત્વ…

સૂર્ય 30 દિવસમાં તેની રાશિ બદલીને 6 મહિનામાં અસ્ત થાય છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં …

Leave a Reply

Your email address will not be published.