Breaking News

વર્ષોથી નથી આપી એકપણ ફિલ્મ, તો પણ કરોડો રૂપિયા કમાઈ લે છે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા, જાણો ક્યાંથી કરે છે દમદાર કમાણી…

પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા દિવસોથી પતિ રાજ કુન્દ્રા ની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ થઈ છે, ત્યારની તેણીની ચર્ચાનો વિષય બની રહી છે.

આ સાથે શિલ્પાની બહેન શમિતા શેટ્ટી પણ સતત હેડલાઇન્સ બનાવી રહી છે. જ્યાં તેણે પહેલા જીજાજી રાજ કુન્દ્રા ને સમર્થન આપ્યું હતું તો હવે ઘરમાં પરેશાની હોવા છતાં તે બિગ બોસનો ભાગ બનવા જઈ રહી છે. તેના આ નિર્ણયથી લોકો ચોંકી ગયા છે અને સોશ્યલ મીડિયામાં તેની આલોચના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટી આ પહેલા પણ બિગ બોસ સીઝન નો હિસ્સો બની ચૂકી છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે શિલ્પા શેટ્ટી હાલમાં ઘણા વિવાદોમાં ચાલી રહી છે. હકીકતમાં તેના પતિ અને ખ્યાતનામ બિઝનેસ મેન રાજ કુંદ્રા ની અશ્લીલ ફિલ્મ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેના લાગતા કેટલાક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

આ દરમિયાન ઘણા લોકોના મનમાં સવાલ આવતો હશે કે શિલ્પા શેટ્ટી ની બહેન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે તો પણ કેવી રીતે ઘર ખર્ચ ચલાવે છે અને તેની કમાઈનો મુખ્ય રસ્તો કયો છે?

શિલ્પા શેટ્ટી બોલીવુડ ફિલ્મ જગતની ટોચની અભિનેત્રી છે અને તે તેના દ્વારા ઘણી કમાઈ પણ કરે છે. જોકે આજે અમે તમને શિલ્પા શેટ્ટી વિશે નહિ પણ તેમની બહેન શમિતા શેટ્ટી ની કમાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શમિતા શેટ્ટીએ તેના બોલીવુડ કરિયર ની શરૂઆત યશરાજ ફિલ્મ્સ મહોબત્તેન થી કરી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની સાથે સાથે દેખાવની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેણીને આ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય અભિનયની દુનિયામાં પગ મૂક્યા બાદ શમિતા એ ઘણી ફિલ્મોમાં આઈટમ ડાન્સ પણ કર્યો છે.

શમિતા ફિલ્મ્સ ફરેબ અને જહર માં પણ નજર આવી હતી. આ બંને ફિલ્મો તેની હોટ ફિલ્મ્સ ની યાદીમાં શામેલ છે. આ સિવાય થોડાક સમય પહેલા શમિતા ને બ્લેક વિન્ડો વેબસિરીઝ માં જોવામાં આવી હતી. જોકે આ પહેલા તેણીની ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહી હતી. આવામાં દરેક વ્યક્તિમાં મનમાં એ સવાલ આવવો સ્વાભાવિક છે કે તેના મુખ્ય આવકમાં સ્ત્રોત કયા કયા છે.

તમને જણાવી દઈએ કે શમિતા ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ સાથે તે ઘણી જાહેરાતમાં પણ દેખાઈ ચૂકી છે.

ખબરોની વાત માની લેવામાં આવે તો શમિતા પાસે આજે 1 થી 5 મિલિયન ડોલર ની સંપત્તિ છે. હવે તેણીની ફરી બિગ બોસ નો ભાગ બનવાને કારણે અઢળક કમાઈ કરી લેશે. હાલમાં જીજાજી રાજ કુન્દ્રા ના કેસમાં શમિતા શેટ્ટી પણ વિવાદોમાં રહે છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *