Breaking News

રસ્તા પરથી કચરો વીણતી આ મહિલા બોલી રહી છે કડકડાટ અંગ્રેજી, સાંભળીને અંગ્રેજ અસફર પણ ફિકા પડી જશે…

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિની અંદર કોઈકને કોઈક ટેલેન્ટ છુપાયેલ હોય છે, ખાલી તેને ઓળખવાની જરૂર હોય છે. આપણને બધાને જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો પ્રતિભા સાબિત કરવાની તક મળી જતી હોય છે.

જેમ કે આપણે બધા જાણીએ કે આજના સમયમાં સોશિયલ મીડિયા અને રિયાલિટી શોનું ચલણ વધી ગયું છે પંરતુ પહેલાના સમયમાં આવુ કંઇક જ નહોતું. જેના લીધે લોકો પોતાના ટેલેન્ટ ને પોતાની અંદર જ દબાવી રાખતા હતા.

તમે બધા જાણતા હશો કે સોશ્યલ મીડિયામાં અવારનવાર કોઈકના કોઈક વીડિયો વાયરલ થતાં રહે છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ ચોંકી શકે છે. જેમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે કે જે લોકોનું મનોરંજન કરે છે.

આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયામાં એક કચરો ઉઠાવતી મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા દમદાર અંગ્રેજી બોલતી નજરે પડે છે. જેની અંગ્રેજી બોલવાની આવડત જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી શકે છે.

તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિનો ચહેરો અને હાલત જોઈએ તેના જ્ઞાનનો અંદાજ લગાવવો જોઈએ નહિ પંરતુ ઘણી વખત લોકો આવું કરતા હોય છે.

કારણ કે કોઈપણ વ્યક્તિની અંદર ટેલેન્ટ છુપાયેલ હોય છે. તેથી તમારે તેને તેની હાલત જોઈને પરખવો જોઈએ નહીં. આ વાયરલ વીડિયોમાં મહિલા બતાવી રહી છે કે તેણીની બેંગલોરની રહેવાસી છે. આ વીડિયો itmeshachinaheggar દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે તેણે સાત વર્ષ સુધી જાપાનમાં જોબ કરી છે. આ વીડિયો અનુસાર તેણીની સદાશિવનગરની આજુબાજુના વિસ્તારમાં કચરો વીણી રહી હતી. મહિલાએ આગળ વાત કરતા કહ્યું કે તે સાત વર્ષ બાદ જાપાનથી ભારત આવી ગઈ હતી.

આ વીડિયોમાં મહિલાએ તેનું નામ સેસેલિયા માર્ગેટ બતાવી રહી છે. ઘણા યૂઝર્સ કહી રહ્યા છે કે મહિલાએ આ વીડિયો પોસ્ટ કરીને સારું કામ કર્યું છે.

વિડિયો શેર કરતા કેપશન આપવામાં આવ્યું છે કે કહાનીઓ હંમેશા તમારી આજુબાજુ હોય છે. ખાલી તમારે થોડોક સમય રોકાઈની તમારી આજુબાજુ બનતી ઘટનાઓને જોવાની હોય છે. આ અમુક ક્ષણોની જિંદગી છે. જો તમે આ મહિલાને મળવા માંગો છો તો કૃપયા અમારો સંપર્ક કરો.

સોશિયલ મીડિયામાં આ મહિલાનો વીડિયો દમદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાને સદાશિવનગર માં કચરો વીણતી જોવા મળી હતી.

જ્યારે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ એ જ્યારે તેનો સંપર્ક કર્યો ત્યારે તે કડકડાટ અંગ્રેજી બોલવા લાગી હતી. તેણે કહ્યું કે તે હાલમાં પ્લાસ્ટિક નો કચરો વેચીને જે પૈસા આવે છે, તેનાથી તે ઘર ખર્ચ ચલાવે છે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *