Breaking News

આ એક વસ્તુને 15 મિનિટ માટે ચહેરા પર લગાવી દેશો તો ખીલ, ડાઘની સમસ્યા કાયમ માટે થઈ જશે દૂર, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત…

જો તમારા ચહેરા પર ડાઘ અને ખીલની સમસ્યા રહે છે તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજ પહેલા તમે ઘણી વખત ચમકદાર ચહેરો મેળવવા માટે મોંઘી ક્રિમનો ઉપયોગ કર્યો હશે પરંતુ કેટલાક દિવસો પછી તેની અસર દેખાવાની બંધ થઈ જાય છે.

આવામાં તમારે કુદરતી રીતે ચહેરાની સંભાળ લેવી જોઈએ, જેનાથી તમને આડઅસર વિના ચમકદાર ચહેરો મેળવી શકશો. આજના આ વિશેષ લેખમાં તમને મધના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે ઘણા લોકોને બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા હોય છે. જેમાં વ્હાઇટ હેડ થવા પર ચહેરા પર સફેદ રંગના નિશાન થઈ જાય છે. આ એક પ્રકારના ખીલ ની સમસ્યા છે, જે ત્વચાના છિદ્રોમાં ગંદકીના સંચયને કારણે થાય છે.

આવામાં તમારે ચહેરા પર મધનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને આડઅસર વિના ચમકદાર ચહેરો મેળવવામાં મદદ મળશે. તો ચાલો આપણે જાણીએ મધનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

1. મધ અને હળદરનો ઉપયોગ
તમારે ચહેરા પર મધ અને હળદરનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે હળદર અને મધ ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. આ બંને ચેહરા ત્વચાના મૃત ત્વચાને દૂર કરે છે અને ખીલના બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.

આ રીતે તેનો ઉપયોગ કરો
આ માટે એક ચમચી હળદર પાવડર સાથે અડધી ચમચી મધ મિક્સ કરો. હવે આ બે વસ્તુઓ મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

2. મધ, લીંબુ અને ખાંડનો ઉપયોગ
લીંબુ, ખાંડ અને મધ ચહેરા માટે ફાયદાકારક છે. આ બધામાં એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે, જે વ્હાઇટહેડની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કારણ કે ખાંડ આપણી ત્વચા માટે રામબાણ સાબિત થઈ શકે છે, જ્યારે મધ ત્વચાને ભેજયુક્ત બનાવે છે.

આ રીતે ઉપયોગ કરો
એક પાત્રમાં એક ચમચી ખાંડ તથા એક ચમચી મધ ઉમેરી લો. હવે તેની ઉપર લીંબુનો રસ મિક્સ કરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો. ત્યારબાદ તેને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી ચહેરો પાણીથી ધોઈ લો.

3. સફેદ ઈંડા અને મધનો ઉપયોગ
તમે ઇંડાથી ચહેરાના ડાઘ પણ દૂર કરી શકો છો. કેમ કે ઇંડા ફક્ત શરીર માટે જ નહીં પંરતુ ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં છે. ઇંડાનો સફેદ ભાગ મધ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 10 થી 15 મિનિટ સુધી રાખો અને પછી તેને પાણીથી ધોઈ લો.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *