Breaking News

પતિને સમજી લીધો હતો મૃતક, 22 વર્ષ સુધી વિધવા બનીને પસાર કરી જિંદગી, હવે અચાનક ઘરે આવ્યો પતિ…

સામાન્ય રીતે આપણને ઘણી વખત એવા કિસ્સાઓ સાંભળવા મળી જાય છે, જેના વિશે જાણીને કોઇપણ વ્યક્તિ હેરાન થઈ શકે છે. આવામાં આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમારી પગ નીચેથી જમીન સરકી જશે.

હકીકતમાં આ કહાની એવા વ્યક્તિની છે, જેને આશરે 22 વર્ષ પહેલાં ઘર છોડી દીધું હતું અને ઘરના લોકોએ તેને મૃત ઘોષિત કરી દિધો હતો. જોકે 22 વર્ષ પછી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે દરેક વ્યક્તિ તેમને જોઇને ચોંકી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાનો છે. આ જિલ્લાના એક ગામમાં ઉદય સાવક નામનો એક યુવક રહેતો હતો. જેના લગ્ન ખૂબ ધામધૂમથી યોજવામાં આવ્યા હતા. જે શરૂઆતમાં બે બાળકો અને પત્ની સાથે ઘરમાં રહેતો હતો પંરતુ એક દિવસ તેણે અચાનક સાંસારિક મોહમાયા માંથી જીવ ઉઠી ગયો હતો. જેના લીધે તેણે ઘર છોડવાનું મન બનાવી લીધું હતું.

આ વિચારને ધ્યાનમાં રાખીને તે એકદમ કોઈને કહ્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે તે ઘર છોડીને ગયો ત્યારે પરિવારના લોકોએ તેને શોધવાની ઘણી કોશિશ કરી હતી પંરતુ તેમની કોઈપણ કોશિશ સફળ થઈ શકી નહોતી.

જેના પછી ગામના લોકોની વાત માનીને પત્નીએ પતિને મૂર્ત સમજીને વિધવા તરીકે જીવન પસાર કરવા માટે મન બનાવી લીધું હતું. આ સાથે તેમના બાળકોએ પણ અનાથ બનીને જીવવાનું શરુ કરી દીધું હતું પંરતુ અચાનક ઉદયના 22 વર્ષ બાદ ઘરે આવવાથી ગામના બધા જ લોકો ચોંકી ગયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદય એક ભિક્ષુક તરીકે તેમના ગામમાં આવ્યો હતો અને તેને પત્નીના ઘરે જઈને પણ ભિક્ષા માંગી હતી પંરતુ પત્નીએ તેને જોઈને તરત જ ઓળખી લીધો હતો. ઉદયની ઘણી વખત ના પાડવા છતાં ઉદયની પત્ની માનવા તૈયાર નહોતી. જેના પછી આ વાત આખા ગામમાં ફેલાઈ ગઇ હતી.

ભિક્ષા માંગનાર વ્યક્તિને જોઈને બધાએ ઉદયને ઓળખી લીધો હતો. પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ઉદય સુરંગી વગાડતો ભીખ માગી રહ્યો હતો. ઉદય કહી રહ્યો હતો કે તેની પત્ની પાસેથી ભિક્ષા લીધા વિના તેનું જીવન સાર્થક થઈ શકે તેમ નહોતું, જેના માટે તે પરત ગામમાં આવ્યો હતો.

પત્નીએ જ્યારે ઉદયને સારી રીતે ઓળખી લીધો ત્યારે થોડાક દિવસ માટે ઘરે રહેવા આગ્રહ કર્યો હતો. જોકે ઉદયે કોઈની વાત માની નહોતી અને ઘરે રોકવાની ના પાડી દીધી હતી. જો આપણે ઉદયની પત્ની વિશે વાત કરીએ તો પતિ જીવિત હોવા છતાં તેને એકલા જિંદગી પસાર કરવી પડી રહી છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *