Breaking News

ના હોય !! વિરાટ કોહલીની પહેલી 2.5 કરોડની ઓડી કાર પોલીસ સ્ટેશનમાં ખાઈ રહી છે ધૂળ, જાણો તેની પાછળનું કારણ…

આપણા ભારત દેશમાં બોલીવુડ અને ક્રિકેટ પ્રત્યે લોકોનો કંઇક અલગ જ ક્રેઝ છે. આ બંને ફિલ્ડ વિશે દરેક માહિતી જાણવા માટે લોકો આતુર રહે છે.

જો આપણે ક્રિકેટની વાત કરીએ તો આ દિવસોમાં વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન છે. તેઓ ત્રણેય ફોર્મેન્ટમાં આકર્ષક બેટિંગ માટે જાણીતા છે.

આજ કારણ છે કે તેઓએ રન મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રમતના મેદાન પર કોહલી હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે, જેના લીધે દર્શકોને તેની બેટિંગ થી લઈને ફિલ્ડિંગ સુધી દરેક વસ્તુ જોવી ગમે છે.

વિરાટની ખ્યાતિ જોઈને દરેક મોટી બ્રાન્ડ તેની સાથે જાહેરાત કરાવવા માંગે છે. વિરાટ આજ સુધી ઘણી મોટી બ્રાન્ડ ની જાહેરાત પણ કરી ચૂક્યો છે. જેનાથી તેને દમદાર કમાઈ પણ થઈ છે.

જો જાહેરાત દ્વારા પૈસા કમાવવાની વાત કરીએ તો આ યાદીમાં વિરાટ કોહલી પહેલા ક્રમાંક પર સ્થાન ધરાવે છે. વિરાટ કોહલીનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને ઘણા લોકો તેમને પોતાનો રોલ મોડેલ પણ માને છે.

સોશિયલ મીડિયામાં પણ વિરાટ કોહલીની દમદાર ફેન ફોલોવીંગ છે. જેના લીધે ઘણી મોટી બ્રાન્ડ વિરાટ પાસે જાહેરાત કરાવે છે. વિરાટને આ બધાથી ઘણી કમાણી થાય છે અને તેઓ શાનદાર લાઈફ જીવે છે. વિરાટને કારનો પણ ખૂબ જ શોખ છે. તેમની પાસે એકથી ચઢિયાતી ઘણી વૈભવી ગાડીઓ છે.

આ સાથે વિરાટ કોહલી ઓડી ઇન્ડિયા કંપનીના એમ્બેસડર પણ છે અને જ્યારે પણ ભારતમાં કોઈ ઓડી નવી કાર લોન્ચ થાય છે તો તેઓ અવશ્ય જોવા મળે છે.

વિરાટ કોહલીની વૈભવી ગાડીઓ માંથી એક કાર અત્યારે મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. આ કાર પણ ઘણો કચરો પણ જમા થઈ ગયો છે. જોકે તમને જણાવી દઈએ કે આ કાર વિરાટ કોહલીને લીધે પોલીસ સ્ટેશનમાં નથી. તેની પાછળ એક અલગ જ મામલો જવાબદાર છે. હકીકતમાં આ કાર બહુ જૂની છે અને વિરાટે આ કાર બીજા કોઈ વ્યક્તિને વેચી દીધી હતી.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહેલી આ કાર ઓડી એ 8 છે. જેને વિરાટ કોહલીએ તેને લોન્ચ કરવામાં આવી ત્યારે ખરીદી હતી પંરતુ જ્યારે આજ કંપની દ્વારા કારનું નવું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું તો વિરાટે આ કાર વેચી દીધી હતી.

જેને સાગર ઠક્કર નામના એક વ્યકિતએ 2.5 કરોડમાં ખરીદી હતી. જેના પછી સાગર એક કોલ સેન્ટર ગોટાળામાં શામેલ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા રેડ પાડતા તેની આ કાર જપ્ત કરવામાં આવી હતી.

About gujju

Check Also

કપિલ દેવે કોહલી વિવાદને લઇને કરી આ વાત કહ્યુ કે…

વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે પૂર્વ કેપ્ટન …

Leave a Reply

Your email address will not be published.