Breaking News

શ્રાવણ મહિનામાં દેખાઈ જાય આ સપના, તો સમજો તમારી બધી જ ઇચ્છાઓ થશે પૂરી, ખુદ શિવજી આવીને દૂર કરશે તમારા દુઃખ…

સામાન્ય રીતે સપના આવવા અને તેનાથી ભવિષ્યમાં બનનાર શુભ અને અશુભ ઘટનાઓ ના સંકેત મળવા વિશે બધા જ લોકો જાણે છે પંરતુ એ વાત બહુ ઓછાં લોકો જાણે છે કે અમુક સપનાનો આપણા જીવનમાં ખરાબ અસર પડે છે. સ્વપ્ન શાસ્ત્રની સાથે સાથે ઘણા ધર્મ ગ્રંથોમાં ચોક્કસ સમયે આવનાર સપનાઓ અને તેનાથી જીવનમાં મળનાર ફળ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રાવણ મહિનો પણ આ ખાસ સમય માંથી એક છે. જો શિવજી સાથે જોડાયેલ આ મહિનામાં તમને કેટલાક સપનાઓ આવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારો સમય બદલવાનો છે. આ સપનાઓ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તમારા બધા જ દુઃખો છૂમંતર થઈ જશે.

તો ચાલો આપણે જાણીએ કે શ્રાવણ મહિનામાં કયા સપના આપવા શુભ માનવામાં આવે છે.

1. જો તમને શ્રાવણ મહિનામાં રાતે સૂતી વખતે કોઈ ભગવાનનું સ્વપન આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનના બધા જ દુઃખો દૂર થઈ જશે અને તમે સારું જીવન જીવવા જઈ રહ્યા છો.

2. શ્રાવણ મહિનો ભગવાન શિવ સાથે જોડાયેલ છે અને જો આ મહિનામાં તમને સ્વપ્નમાં શિવજી દેખાઈ જાય છે તો તેનો અર્થ છે તમારા ઉપર ભોલેનાથની કૃપા થઈ ગઈ છે. આ સિવાય તમારા જીવનના બધા જ દુઃખો દૂર થશે અને અઢળક સંપત્તિ પ્રાપ્ત થશે. આવામાં તમારે શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ. જેનાથી તમારી ઈચ્છા જલદી પૂર્ણ થશે.

3. સામાન્ય રીતે સપનામાં સાપનું જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પંરતુ જો તમને શ્રાવણ મહિનામાં નાગ નાગિનની જોડી દેખાઈ જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારુ પરણિત જીવન ઘણું સારું રહેશે.

4. શ્રાવણ મહિનામાં રાતે સપનામાં નદી અથવા તળાવમાં માછલીઓ તરત જોવી પણ ખૂબ જ શુભ છે. આ સપનાનો અર્થ થાય છે તમે ટૂંક સમયમાં માલામાલ થવા જઈ રહ્યા છો.

5. ગંગા નદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને સપનામાં જોવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ધનલાભ પ્રાપ્ત થશે.

About gujju

Check Also

સંકટ મોચન હનુમાનજી આ ચાર રાશિના જાતકોને આપશે સમસ્યામાંથી રાહત.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ સતત બદલાતી રહે છે, જેના કારણે દરેક માનવીના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *