Breaking News

કોહલી માટે ખતરારૂપ બન્યો રોહિત શર્મા, આ કામ કરીને ઇતિહાસ બનાવી શકે છે હિટમેન..

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત છતાં કેપ્ટન વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પ્રથમ ઈનિંગમાં 42 રન અને બીજી ઈનિંગમાં માત્ર 20 રન કર્યા બાદ આઉટ થઈ ગયો હતો.

કોહલીએ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી સંખ્યામાં પોઈન્ટ ગુમાવ્યા છે, જ્યારે રોહિત શર્માએ કારકિર્દીની શ્રેષ્ઠ ટેસ્ટ રેટિંગ હાંસલ કરી છે.

આઇસીસી ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા નંબરે હાજર છે, પરંતુ તે 776 ના સ્કોર પર સરકી ગયો છે. બીજી બાજુ રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 773 નું શ્રેષ્ઠ ટેસ્ટ રેટિંગ હાંસલ કર્યું છે અને આ સાથે હવે તેની અને વિરાટ કોહલી વચ્ચે માત્ર 3 પોઇન્ટનો તફાવત છે.

ભારતે 25 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે લીડ્સ ખાતે આગામી ટેસ્ટ મેચ રમવાની છે. જો આ મેચમાં રોહિત શર્મા 50+ સ્કોર કરે અને વિરાટ કોહલી ફ્લોપ થાય તો મોટો ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ વખત રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી જેવા વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનને હરાવી શકે છે.

જો રોહિત શર્મા આવું કરે છે તો ટેસ્ટ ક્રિકેટમાં તેની ટેકનીક વિશેનો ડાઘ કાયમ ધોવાઈ જશે, કારણ કે મોટાભાગના ક્રિકેટ દિગ્ગજો માનતા હતા કે રોહિત શર્મા ટેસ્ટ નહીં પણ વન-ડે-ટી 20 ના બેટ્સમેન જેવો દેખાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે માત્ર 3 પોઇન્ટનો તફાવત બાકી છે.

ટીમ ઈન્ડિયાની વનડે અને ટી 20 ના ઉપ-કેપ્ટન રોહિત શર્મા પણ ટેસ્ટ ટીમના કેપ્ટન બનવા માટે મોટા દાવેદાર બનશે. જો ટીમ મેનેજમેન્ટ રોહિત શર્માને ટેસ્ટમાં કેપ્ટનશિપ સાંભળવાની તક આપે તો તે હિટ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

About gujju

Check Also

દીકરી સાથેના ડાન્સનો આ વ્યક્તિએ શેર કર્યો વિડિઓ, કોઈ બીજાના નામે ફરી રહેલ છે આ વિડિઓ તમે જોયો?

સોશિયલ મીડિયા પર કોઈ સારી વાત જેટલી ઝડપથી વાઇરલ જાય છે એટલી જ ઝડપથી ખોટી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *