Breaking News

ભાઈએ બહેનને કિડની આપીને બચાવી જાન, રક્ષાબંધન પહેલા આપી અનોખી ગિફ્ટ…

સામાન્ય રીતે દરેક ભાઈ બહેનનો સંબંધ ખૂબ જ મહત્વનો હોય છે. તેઓ ઘરમાં નાની નાની વાતમાં એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા રહે છે પંરતુ જ્યારે વાત બહેનની રક્ષા કરવાની અથવા તો મદદ કરવાની આવે છે તો ભાઈ ખડેપગે થઈ જાય છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે અને આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ દરમિયાન એક ભાઈએ પોતાની બહેન માટે રક્ષાબંધનના દિવસે એક મોટી ગિફ્ટ આપી છે. હકીકતમાં આ ભાઈએ બહેનને કિડની દાન આપી છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના વ્યારા તહસિલ નિવાસી લતાની કિડની 4 વર્ષ પહેલાં ફેલ થઈ ગઈ હતી.

જેના લીધે તે ખૂબ જ બીમાર રહેવા લાગી હતી અને તેની તબિયત પણ કથળી રહી હતી. કિડની ફેલ થવા પર તેણીની ડાયાલિસિસ પર જિંદગીનો અમૂલ્ય પસાર કરી રહી હતી. જોકે આ દરમિયાન તેણે અંગદાનમાં મળેલ કિડની માટે પણ નામ નોંધાવ્યું હતું પંરતુ તેના બ્લડ ગૃપને મળી રહે એવી કોઈ કિડની મળતી નહોતી.

જ્યારે બહેનની આ તકલીફ તેના ભાઈ હિતેશ ઠાકુર ને જોઈ ના શકાઈ તો તેણે બહેન માટે કિડની દાન કરવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે દોઢ વર્ષથી લતાની હાલત ખૂબ જ ખરાબ રહી હતી અને તેને થોડાક થોડાક દિવસે ડાયાલિસિસ પણ કરવું પડતું હતું. આ દરમિયાન લતાના ભાઈ હિતેશે બહેન માટે કિડની દાન કરવાની વાત કરી હતી.

હિતેશ ના આ નિર્ણયથી પરિવારના લોકો હેરાન થયા હતા પંરતુ હીતેશે તેમને પણ સમજાવીને પોતાની તરફેણમાં કરી લીધા હતા. ઘર ના લોકોએ લતાનો મેડિકલ ઈલાજ સુરતની મિશન હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો અને અહીંના ડોકટર વત્સ પટેલ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ ની પક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે લતા અને હિતેશ બંને વચ્ચે અંગ દાનની પ્રકિયા માટે વિશેષ પ્રકારની ડોકટરી ટીમ ની રચના કરવામાં આવી હતી. જેમાં આશરે 50 લોકોનો સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 27 જુલાઈના રોજ કિડની દાનને લઈને પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન આશરે 7 કલાક ચાલ્યું હતું અને ડોકટરનું માનવું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ આશરે 4.75 લાખ સુધી આવી શકે છે. તમને જણાવી દઈએ કે અંગદાન પહેલા શારીરિક રિપોર્ટ માટે 1 લાખનો ખર્ચ થાય છે. આ સાથે ઓપરેશન પછી 1 વર્ષ સુધી દરેક મહિને 12થી 15 હજારની દવાઓ લેવી પડે છે.

તમને જાણવી દઈએ કે આ ઓપરેશન સફળ રીતે પૂર્ણ થયું છે અને બંનેથી હાલત એકદમ ઠીક છે. રક્ષાબંધનના તહેવાર પહેલા ભાઈ દ્વારા આપવામાં આવેલ આ ગિફ્ટ ને લઈને બહેન ખૂબ ખુશ છે. આજે દરેક વ્યક્તિ હિતેશ ના બહેન પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી રહ્યો છે.

About gujju

Check Also

આ હતો દુનિયાનો સૌથી અદભુત વ્યક્તિ, જેનાં હતાં બે ચહેરા, એક સુઈ જતો ત્યારે બીજો ઉઠી જતો પરંતુ…

વિશ્વમાં તે એકમાત્ર વ્યક્તિ હતો જેના બે ચહેરા હતા. આ વિચિત્ર માણસ ઈંગ્લેન્ડનો વતની હતો. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *