Breaking News

કપિલ શર્મા શોમાં આવવાની સખ્ત મનાઈ કરી ચૂક્યા છે આ 6 સિતારાઓ, જાણો કોણ કોણ છે લિસ્ટમાં શામેલ….

ધ કપિલ શર્મા શો ભલે દર્શકોનો ફેવરિટ બની ગયો હોય અને ટીઆરપી ની દ્વષ્ટિએ પણ ટોપ પર હોય પંરતુ હજી કેટલાક સ્ટાર્સ એવા છે કે જેઓ કપિલ શર્મા શોથી અંતર બનાવી રહ્યા છે.

હા, એવા ઘણા સિતારાઓ છે કે જેઓએ કપિલ શર્મા શોમાં આવવાની સખત મનાઈ કરી દીધી છે અને આ શો વિશે વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કયા કયા સિતારાઓ શામેલ છે.

મુકેશ ખન્ના :- તમે બધા જાણતા હશો કે એક વખત કપિલ શર્મા શોમાં મહાભારતના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જોકે બધા જ કલાકારો આ શોમાં આવ્યા પણ હતા પંરતુ મુકેશ ખન્નાએ શોમાં આવવાની મનાઈ કરી દીધી હતી. આ સાથે મુકેશે કપિલ શર્મા ને વાહિયાત ગણાવ્યો હતો. આ શો વિશે મુકેશ ખન્ના કહે છે કે શોમાં દરેક વાત ડબલ મીનિંગ વાળી હોય છે અને છોકરાઓ મહિલાઓ બનીને ખરાબ ઈશારાઓ કરે છે.

રજનીકાંત :- સુપરસ્ટાર રજનીકાંત ને કપિલ શર્મા તેમના શોમાં બોલાવવા માંગતા હતા પંરતુ તેમનું સ્વપ્ન હજુ અધૂરું છે. જોકે કપિલને હજુ પણ લાગે છે કે એકના એક દિવસે રજનીકાંત સર તેમના શોમાં અવશ્ય આવશે.

લતા મંગેશકર :- ભારતની સ્વર કોકિલા તરીકે જાણતી લતા મંગેશકર પણ આ યાદીમાં શામેલ છે. ધ કપિલ શર્મા શો દ્વારા લતાજીને ઘણી વખત ગેસ્ટ બનીને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પંરતુ દરેક વખતની જેમ લતા મંગેશકરે વિનમ્રતા સાથે ના પાડી છે. જોકે લતા મંગેશકર જ્યારે પણ શોમાં આવશે ત્યારે કપિલ માટે મોટી વાત હશે.

આમિર ખાન :- અભિનેતા આમિર ખાન પણ હજી સુધી કપિલ શર્મા શોથી દૂર છે. જોકે એવું નથી કે આમિર ખાન ફક્ત કપિલના શોમાં ગયો ના હોય… આમિર મોટેભાગે કોઈપણ રિયાલિટી કે એવોર્ડ ઇવેન્ટ માં જવામાં વિશ્વાસ કરતા નથી. જોકે એક વખત તેઓ કરણ જોહરના ચેટ શોમાં જઈ ચૂક્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની :- પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ શોમાં આવ્યા નથી. જ્યારે એમ.એસ ધોની ની બાયપિક રિલીઝ થવાની હતી ત્યારે કપિલે સુશાંત સાથે ધોનીને પણ આમંત્રણ આપ્યું હતું પંરતુ ધોનીએ આ શોનો હિસ્સો બનવાની ના પાડી દીધી હતી.

નાના પાટેકર :- બોલીવુડ એક્ટર નાના પાટેકર પણ કપિલના શોથી અંતર બનાવી રહ્યા છે. જ્યારે વર્ષ 2015માં ફિલ્મ વેલકમ બેક રિલીઝ થઈ હતી ત્યારે અનિલ કપૂર અને જોહન આ શોનું પ્રમોશન કરવા માટે કપિલના શોમાં ગયા હતા પંરતુ નાનાએ આ શોથી અંતર બનાવી રાખ્યું હતું.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *