Breaking News

તમારી આ 5 આદતોને લીધે ચહેરા પર થઈ જાય છે ખીલ, ડાઘ સહિત અગણિત સમસ્યાઓ, ખૂબસૂરત ચેહરાને બનાવી દે છે નિસ્તેજ…

સામાન્ય રીતે દરેક ઋતુમાં ત્વચા અલગ અલગ કારણોને લીધે પ્રભાવિત થાય છે. તમે ધ્યાન આપ્યું હોય તો ચોમાસાની ઋતુમાં ચહેરા પર ખીલ તથા ડાઘની સમસ્યા થઈ જાય છે. આ સાથે ધૂળ, પ્રદૂષણ અને ગંદકી ના લીધે પણ સ્કિન પ્રભાવિત થાય છે. વરસાદની ઋતુમાં ખીલ, ડાઘ ની સમસ્યા અવારનવાર વ્યક્તિને હેરાન કરતી રહે છે.

જેના લીધે વરસાદની ઋતુમાં તમારે ચહેરાને ચમકદાર બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ચેહરા પર ખીલ થવા પાછળનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.

તમારી આ પાંચ ખરાબ આદતોને લીધે ચહેરા પર ખીલ થઈ જાય છે….

1. વધારે પ્રમાણમાં પાણીનું સેવન કરવું :- હેલ્થ નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર જે લોકો દિવસ દરમિયાન ઓછું પાણી પીવે છે તેમના ચહેરા પર ખીલ અથવા ડ્રાય સ્કિન જેવી સમસ્યાઓ રહે છે. જેના લીધે તમારે દિવસમાં ત્રણથી ચાર લિટર પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી તમે ચેહરાને ચમકદાર બનાવી શકો છો.

2. સાબુથી ચહેરો ધોશો નહીં :- તમને જણાવી દઈએ કે સાબુનો ઉપયોગ તમારી ત્વચાને ખંજવાળ યુક્ત બનાવી શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી સાબુને સ્કિન પર સ્પર્શ કરવો જોઈએ નહી. તમારા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સામાન્ય સાબુમાં 9થી 11 ની વચ્ચે પિએચ સ્તર હોય છે. જ્યારે સ્કિન ના પિએચ લેવલને 5થી 7 વચ્ચે કરી દે છે. જેનાથી સ્કિન પ્રોબ્લેમ થવાનો ભય રહે છે.

3. લાંબા સમય સુધી એક જ સ્કિન પ્રોડક્ટ નો ઉપયોગ કરવો :- સામાન્ય રીતે મોટાભાગના લોકો એવા પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે, જે પિંપલ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. જોકે યાદ રાખવું જોઈએ કે ઉંમરમાં વધારો થતાની સાથે ચહેરાની સ્કિન ઉપર પણ તેની અસર થાય છે. આવામાં તમારે ચહેરાને અનુકૂળ હોય એવા પ્રોડક્ટ નો ઉપયોગ કરવો જોઈએ.

4. મોબાઈલ ને વારંવાર સ્પર્શ કરશો નહીં :- સામાન્ય રીતે તમારા મોબાઈલ નો સ્કિન અનેક બેકટેરિયા નું ઘર હોય છે. જેના વધુ પડતા ઉપયોગથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. આ સાથે નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર મોબાઈલ સ્કિન પર ખરાબ બેક્ટેરિયા હોય છે, તેથી તમારે તેને સમય પર સાફ કરતા રહેવું જોઈએ.

5. ચહેરાને વારંવાર સ્પર્શ કરવાની ભૂલ કરશો નહીં :- ઘણા લોકોને તેમના ચહેરા પર વારંવાર સ્પર્શ કરવાની ટેવ હોય છે. આ સાથે ઘણા લોકો તેમજ હાથની મદદથી પિંપલ ને સ્પર્શ અથવા તો ફોડતા રહે છે. જોકે યાદ રાખો કે તમારે ચહેરાને વધારે વખત સ્પર્શ કરવો જોઈએ નહી. કારણ કે આનાથી હાથ પર બેકટેરિયા ચહેરા પર જામી જાય છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *