Breaking News

મનીષા કોઈરાલા અને એશ્વર્યા રાય એકબીજા સાથે શેર કરતી હતી બોયફ્રેન્ડ, એશના વાયરલ વીડિયોથી સામે આવી હતી હકીકત…

બોલીવુડ જગતની ફિલ્મ છૂપા રુસ્તમ ને રિલીઝ થયાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ફિલ્મ તે સમયની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, મનીષા કોઈરાલા, મમતા કુલકર્ણી જોવા મળ્યા હતા. આ ફિલ્મ 23 માર્ચ 2001ના રોલ રિલીઝ થઈ હતી. જોકે મનીષા કોઈરાલા હાલમાં ફિલ્મ જગતથી દૂર છે. તેણે સોદાગર ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

મનિષાની ગણતરી એવી બોલીવુડ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, જેને લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. જોકે આજે તેણીની લગભગ ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. આ બધાની વચ્ચે મનીષા કોઈરાલા સાથે જોડાયેલ એક કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે,

જે અભિનેત્રી એશ્વર્યા સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાણ ધરાવે છે. આજે એશ્વર્યા રાય અને સલમાન સાથેની લવસ્ટોરી થી બધા જ લોકો વાકેફ છે પંરતુ સલમાન પહેલા પણ એશની જિંદગીમાં એક વ્યક્તિ હતો,

જેનું નામ રાજીવ મૂલચંદાની છે. રાજીવ મૂલચંદાની એક એવો વ્યક્તિ છે જે ક્યારેક મનીષા કોઈરાલા નો પણ બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે. રાજીવ મૂલચંદાની ને લીધે જ મનીષા અને એશ્વર્યા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું.

અભિનેત્રી એશ્વર્યા રાયે આ વિશે વર્ષ 1999માં આપેલ એક ઇન્ટરવ્યૂ માં આ વિશે ખુલાસો કર્યો હતો અને હવે આ ઇન્ટરવ્યૂ ની ક્લિપ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ મોડલિંગ ના ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે રાજીવ મૂલચંદાનીનો ઓળખતો ના હોય.

રાજીવ 90ના દાયકામાં ટોચના મોડેલ રહી ચૂક્યા છે. આ સમય દરમિયાન કોઈ વ્યક્તિને મોડલિંગ કરવું હોય તો તેને રાજીવ ના સપોર્ટની જરૂર પડતી હતી. આ સાથે રાજીવની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેની એશ્વર્યા રાય અને મનીષા કોઈરાલા જેવી અભિનેત્રીઓ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.

કરિયર ના શરૂઆતી વર્ષોમાં એશ્વર્યા રાય માટે રાજીવ મૂલચંદાની બોયફ્રેન્ડ બનીને સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે એશ્વર્યાએ મિસ વર્લ્ડ બનીને ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. જોકે તેની એક પણ ફિલ્મ હિટ રહી નહોતી. જેના પછી એશ્વર્યાને ફ્લોપ અભિનેત્રીનો ટેગ મળ્યો હતો. જોકે આ સમય દરમિયાન મનીષા સફળતાની ટોચ પર હતી.

આ સમય દરમિયાન એક મુલાકાતમાં મનીષાએ કહ્યું હતું કે તેણીની રાજીવ સાથે રિલેશન માં આવી છે અને આ માટે રાજીવે એશને છોડી દીધી છે. આ ખબર સામે આવતાની સાથે જ એશ ખૂબ નિરાશ થઈને દિવસ રાત રડતી રહી હતી. જેના પછી એશે એક મુલાકાતમાં કહ્યું હતું કે મનીષા દર મહિને નવા બોયફ્રેન્ડ બનાવે છે.

એશ્વર્યાએ આગળ એમ કહ્યું હતું કે મનીષાએ તેની સિનિયર અભિનેત્રીઓ રેખા અને શ્રીદેવીની કદર કરી નથી તો હું કોણ છું.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *