Breaking News

“આઈ એમ સોરી મા, ગેમમા 40 હજાર હારી ગયો, તું રડતી ના…” લખીને 13 વર્ષના છોકરાએ કરી દીધી આત્મહત્યા, આખી કહાની વાંચીને તમે પણ રડી પડશો…

આજના સમયમાં દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમના બાળકો ભણીગણી ને મોટા વ્યક્તિ બને અને પોતાના ફ્રી સમયનો ઉપયોગ અભ્યાસ કરવા માટે કરે… જોકે બાળક માટે અભ્યાસની સાથે સાથે ખેલકૂદ પણ ખૂબ જ જરૂરી છે. જોકે આજના સ્માર્ટ ફોનના યુગમાં બાળકો બહાર રમવા જવાનું ભૂલી ગયા છે .

અને આખો દિવસ ઘરમાં બેસી રહે છે. બાળકોને મોબાઈલ ફોનમાં ગેમ રમવી ખૂબ જ પસંદ છે. આ સાથે કેટલાક બાળકો તો એવા પણ છે કે જેઓ માતાપિતા થી છૂપાઈને મોબાઈલમાં ગેમ રમતા હોય છે.

આવી જ મોબાઈલ ગેમ રમવાની કુટેવ મધ્યપ્રદેશના 13 વર્ષીય કૃષ્ણાને પણ હતી. તે કોરોના કાળમાં ઘરે માતાના મોબાઈલમાં ઓનલાઇન લેક્ચર એટેંડ કરતો હતો અને ઘણી વખત ગેમ રમવા માટે પણ બેસી જતો હતો. જોકે તે મોબાઈલમાં ગેમ રમવાની સાથે સાથે ઘણી વખત પૈસા પણ લગાવતો હતો. આજ ક્રમમાં તે ગેમમાં 40 હજાર રૂપિયા હારી ગયો હતો અને તેની માતાનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું.

હવે જ્યારે માતાના મોબાઈલ માંથી પૈસા કપાવવાનો મેસેજ આવ્યો તો માતાએ પુત્રને આ બાબતે પૂછવા માટે કોલ કર્યો હતો. ત્યારે દીકરાએ કહ્યું કે તે ગેમમાં પૈસા હારી ગયો છે. હવે માતાનો ગુસ્સો સાંભળીને દીકરો ખૂબ જ હતાશ થઈ ગયો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન તેને એક નોટ પણ લખી હતી. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

તમને જણાવી દઇએ કે અમે જે છોકરા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ કૃષ્ણા પાંડે હતું. જે વિવેક પાંડે અને પ્રીતિ પાંડેનો એકમાત્ર દીકરો હતો. કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેની એક બહેન પણ હતી. એક દિવસ બપોરે ત્રણ વાગે કૃષ્ણા તેની બહેન સાથે ઘરે એકલો હતો.

.આ દરમિયાન માતાના મોબાઈલ પરથી 1500 રૂપિયા કપાત નો મેસેજ આવ્યો હતો અને માતાએ કૃષ્ણાને કોલ કરીને ફટકાર લગાવી હતી.

હવે માતાની ફટકાર સાંભળીને કૃષ્ણા એકલો ઘરના એક રૂમમાં ચાલ્યો ગયો હતો અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દિધો હતો. હવે જ્યારે બહેને ઘરનો દરવાજો ખખડાવ્યો તો પણ કૃષ્ણાએ દરવાજો ના ખોલતા બહેને મમ્મી પપ્પા ને કોલ કર્યો હતો.

ત્યારબાદ જ્યારે માતાપિતા ઘરે આવ્યા અને દરવાજો તોડીને જોયું તો તેમની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હકીકતમાં તેમનો 13 વર્ષનો દીકરો ફાંસી પર લટકી રહ્યો હતો.

આ દરમિયાન કૃષ્ણા ના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પર મળી હતી. જેમાં તેણે 40000 રૂપિયા ગેમમાં હારી જવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેણે આગળ કહ્યું હતું કે તેને હતાશામાં ચાલી જવાથી આત્મહત્યા કરી હતી. કૃષ્ણાએ તેની માતા માટે આગળ લખ્યું કે આઇ એમ સોરી મમ્મા, ડોન્ટ ક્રાય… હવે આ સ્યુસાઈડ નોટ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *