Breaking News

આ ત્રણ પરિસ્થિતિમાં દરેક પુરુષને આવી જાય છે રડવું, થઈ જાય છે હતાશ, આવી રીતે કરી શકો છો બચાવ…

આચાર્ય ચાણક્ય ભારતના મહાન જ્ઞાની લોકોમાંથી એક હતા. જેઓને દરેક વિષય પર ઊંડી સમજ હતી. આજ કારણ છે કે તેમના દ્વારા હજારો વર્ષો પહેલા આપવામાં આવેલ જ્ઞાન આજે પણ સાચું પડી રહ્યું છે.

આચાર્ય ચાણક્યએ પોતાની બુદ્ધિ અને જ્ઞાનથી સામાન્ય દેખાતા એક વ્યક્તિને ભારતનો મહાન શાસક બનાવી દિધો હતો. તેઓએ ઘણા મહાન ગ્રંથોની રચના કરી હતી. જેમાં વર્ણવવામાં આવેલ દરેક વાતો આજે પણ સાચી પડી રહી છે.

આચાર્ય ચાણક્ય તેમના સમયના અર્થ શાસ્ત્રી હતા અને એક રાજાએ કેવી રીતે પોતાના રાજ્યને ચલાવવું જોઈએ તેના વિશે તેમણે ઊંડું જ્ઞાન હતું. આ સમયે આચાર્ય ચાણક્ય એ વ્યવહારી અને સામાજિક કાર્યો ને લાગતી કેટલીક વાતો કહી હતી, જેનું વર્ણન તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જોવા મળી જાય છે.

આટલું જ નહી આચાર્ય ચાણક્યએ એવી ઘણી વાતો કહી છે, જેને કોઈ વ્યક્તિ જીવનમાં ઉતારી લે છે તો તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે જીવનમાં આવનાર મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ નાશ થાય છે. તમને જણાવી દઈએ આચાર્ય ચાણક્યએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ પરિસ્થિતિઓ માંથી પસાર થવું પડ્યું હતું પંરતુ તેઓએ ક્યારેય મુશ્કેલ પરિસ્થિતિ ને પોતાના પર હાવી થવા દીધી નહોતી.

તેઓએ પોતાના જીવનના બધા જ અનુભવોનું નિચોડ ચાણક્ય નીતિમાં આપ્યું છે. ચાણક્ય નીતિમાં ચાણક્યએ આપેલ બધી જ વાતો આજે પણ સાચી પડી રહી છે. આજ ક્રમમાં ચાણક્ય નીતિમાં એવી ત્રણ વાતોનું વર્ણન કર્યું છે, જેમાં ફસવા માત્રથી વ્યક્તિને ઘણા મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડે છે. તો ચાલો આપણે જાણીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિઓ કંઈ છે.

1. ચાણક્ય કહે છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિની પત્ની મરી જાય તો તે તેના માટે દુર્ભાગ્ય સમાન છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં પત્ની જ એકમાત્ર સહારો હોય છે અને જ્યારે તે છોડીને ચાલી જાય છે તો વ્યક્તિને ઘણા કષ્ટ સાથે જીવન પસાર કરવું પડે છે.

2. આચાર્ય ચાણક્યએ બીજી મહત્વની વસ્તુ ધનને ગણાવી છે. ધન એક એવી વસ્તુ છે, જેનાથી ખરાબ સમય પણ સારી રીતે વ્યતીત થઇ જાય છે પરંતુ જો આ ધન દુશ્મન પાસે ચાલ્યું જાય તો વ્યક્તિને ઘણી મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરવો પડે છે. તેનાથી તમારી આજીવિકા તો પ્રભાવિત થાય છે સાથે સાથે દુશ્મન તમારા ધનનો ઉપયોગ તમને નુકસાન પહોંચાડવા માટે જ કરે છે.

3. આચાર્ય ચાણક્ય અનુસાર ત્રીજું દુઃખ કોઈ પુરુષનું અન્ય વ્યક્તિ પર આશ્રિત થવું છે. વ્યક્તિનું જીવન ત્યાં સુધી સામાન્ય હોય છે, જ્યાં સુધી તે પોતે આત્મનિર્ભર હોય. કારણ કે બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ આપે છે.

About gujju

Check Also

ભગવાન વિષ્ણુની કૃપાથી આ છ રાશિના જાતકોના નસીબ આડેથી પાંદડું ખસી જશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના લોકો એવા હોય છે જેમની કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ શુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *