Breaking News

આ છે દેશના સૌથી અમીર પિતાઓના બાળકો, જાણો કેટલો અભ્યાસ કર્યો છે તેમને…

મુકેશ અંબાણી દેશની સાથે સાથે વિદેશમાં પણ નામના બનાવી ચૂક્યા છે. તેઓ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને એમડી નું પદ સંભાળી રહ્યા છે અને તેમની આ કંપની દેશની સૌથી સર્વશ્રેષ્ઠ કંપનીઓ માંથી એક છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીની એક દિવસની આવક જેટલા પૈસાનો ઉપયોગ ભારતીય સરકાર 20 દિવસ સુધી દેશનો ખર્ચ ઉઠાવવા કરે છે. આ વાત પરથી તેમની આવકનો અંદાજ લગાવી શકાય છે.

મુકેશ અંબાણી ને ધંધો કરવાની આવડત ધીરુભાઈ અંબાણી પાસેથી વારસામાં મળી છે અને હવે મુકેશ અંબાણી ના બાળકો પણ પિતાના પગલે આગળ ચાલી રહ્યા છે. જોકે આજે અમે તમને મુકેશ અંબાણી જ નહિ પંરતુ દેશના અન્ય ધનિક લોકોના બાળકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આકાશ અંબાણી :- આકાશ અંબાણી મુકેશ અને નીતા અંબાણી ના મોટા પુત્ર છે. તેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આકાશે બારમા સુધીનો અભ્યાસ ધીરુભાઈ સ્કૂલ માંથી પૂરો કર્યો છે અને ત્યારબાદ તેણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી થી સ્નાતક પૂર્ણ કર્યું હતું.

આદિત્ય મિત્તલ :- આદિત્ય એકદમ ફેમસ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ ના પુત્ર છે. તેણે પોતાનો શરૂઆતી અભ્યાસ જરકાતા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જેના પછી તેણે અમેરિકાની પેન્સિલવેનીયા યુનિવર્સિટી થી અર્થ શાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું.

અનન્યા બિરલા :- અનન્યા બિરલા દેશના ફેમસ બિઝનેસ મેન આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન મંગલમ બિરલા ની દીકરી છે. તેણે યુકેની ઓકસફોર્ડ યુનિવર્સિીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે.

કરણ અદાણી :- કરણ અદાણી ગૌતમ અને પ્રીતિ અદાણી ના પુત્ર છે. જેઓને અમેરિકાની ખાનગી યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે. હાલમાં કરણ અદાણી, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક જોનના સીઇઓ છે.

રિશદ પ્રેમજી:- રિશદ આઇટી અરબપતિ અને વિપ્રો ચેરમેન અજીમ પ્રેમજી ના પુત્ર છે. આ સાથે રીશદ વિપ્રો લિમિટેડ ના મુખ્ય અધિકારી છે. રીશદે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એમબીએ કર્યું છે અમે એમરિકાની યુનિવર્સિટીમાં બીએ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

કેવિન ભારતી એરટેલ :- કેવિન મિત્તલ એરટેલ ના ફાઇન્ડર સુનીલ મિત્તલ ના પુત્ર છે. તેઓ લુધિયાણા ના રહેવાસી છે. હાઈક મેસેન્જર ના સીઇઓ અને ફાઉન્ડર યંગ જનરેશન માં ખૂબ ફેમસ છે. તેઓએ લંડન ની ઇમ્પીરિયલ કોલેજ માંથી એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સીટી ઓફ યોર્ક માં અભ્યાસ માટે ગયા હતા.

ઈશા અંબાણી :- ઈશા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના અધ્યક્ષ મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન ના સંસ્થાપક નીતા અંબાણી ની દીકરી છે. તેઓએ યેલ વિશ્વવિદ્યાલય માંથી અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે મનોવિજ્ઞાન માં સ્નાતક પૂર્ણ કર્યું છે.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *