Breaking News

થોડાક જ દિવસોમાં સફળતાની બુલંદીઓ પર પહોંચી ગયો “બચપન કા પ્યાર” વાળો આ છોકરો, હવે મુંબઈમાં આવી રીતે જીવી રહ્યો છે જિંદગી…

ગયા કેટલાક દિવસોથી સહદેવ નામનો છોકરો દરેક લોકોના દિલમાં ખાસ ઓળખ બનાવી ચુક્યો છે. 10 વર્ષીય સહદેવ બચપન કા પ્યાર ગીત ગાઈને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. થોડાક દિવસો પહેલા બચપન કા પ્યાર ગીત ગાતા સહદેવને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી પંરતુ હવે સહદેવને દરેક વ્યક્તિ ઓળખવા લાગ્યો છે.

સોશ્યલ મીડિયાની મદદથી સહદેવ સામાન્ય વ્યક્તિ માંથી બહુ મોટો વ્યક્તિ બની ગયો છે. નોધપાત્ર રીતે સહદેવ તેના શાળામાં બચપન કા પ્યાર ગીત ગાયું હતું, જેના પછી આ ગીત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું અને હાલમાં રેપર બાદશાહ દ્વારા તેની સાથે એક આલ્બમ સોંગ કર્યું હતું. જેનાથી તેની ઓળખ આખા દેશમાં ફેલાઈ ગઇ હતી.

તમને જણાવી દઈએ કે સહદેવ છત્તીસગઢ ના સુકમામાં રહે છે અને તેઓ ગરીબ પરિવાર સાથે જોડાણ ધરાવે છે. જોકે ગયા કેટલાક દિવસોથી તેમની જિંદગીમાં નવા વળાંક આવ્યા છે અને હવે તો તેમનો લુક જ સાવ બદલાઈ ગયો છે. હાલમાં મુંબઈ થી તેમની તસવીરો અને વીડિયો વાયરલ થતાં રહે છે, જેમાં તેનો એક અનોખો અંદાજ જોવા મળી જાય છે.

તમને જણાવું દઈએ કે હાલમાં થોડાક સમય પહેલા સહદેવ ને તેના પિતા સાથે મુંબઈમાં જૂહુ વિસ્તારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં તે ક્રિકેટ રમતો દેખાય છે અને જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોની નજર સહદેવ પર પડી તો તેઓએ સહદેવ સાથે ફોટો પણ ક્લિક કરાવી હતી.

સહદેવ નો આ નવો અંદાજ ફેન્સ ને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમની તસવીરો અને વીડિયો વિરલ ભાયાણી પેજ દ્વારા વારંવાર શેર કરવામાં આવે છે અને આ તસ્વીરોને ફેન્સ દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવે છે.

હાલમાં બચપન કા પ્યાર ગીત યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં સહદેવ રેપર અને ગાયક કલાકાર બાદશાહ સાથે નજર પડી રહ્યો છે. બાદશાહે આ ગીત યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને અત્યાર સુધી સાડા ત્રણ કરોડો લોકોએ જોઈ લીધું છે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *