Breaking News

ફ્રાન્સ ની છોકરીને ભારતીય છોકરા સાથે થયો પ્રેમ, હવે વિદેશ છોડીને ગામમાં વિતાવી રહી છે જિંદગી.

એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકે છે અને જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે વ્યક્તિ ધર્મ, ઊંચ-નીચ, જાત-પાત જોતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે તે પોતાના પ્રેમને મેળવવા માટે કોઈપણ હદ વટાવી જાય છે.

રોજબરોજ એવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં લોકો પોતાના પ્રેમને મેળવવા માટે કોઈપણ હદ વટાવી જાય છે પંરતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિદેશની રહેવાસી હોવા છતાં ભારતીય છોકરા સાથે લગ્ન કરીને હંમેશા માટે ભારતમાં સ્થાયી થઈ ગઈ.

હકીકતમાં અમે જે લવ સ્ટોરી વિશે વાત કરી રહ્યા છીએ તેમાં એક ફ્રાન્સ પેરિસની રહેવાસી એક છોકરી ભારત ફરવા આવી હતી અને તેને અહી એક ટુરિસ્ટ ગાઈડ સાથે પ્રેમ થઈ જાય છે. જેના પછી આ છોકરી ફ્રાન્સ છોડીને ભારત રહેવા આવી ગઈ હતી અને હવે તે એક ભારતીય છોકરી બનીને પોતાના પરિવારને સંભાળી રહી છે.

તમને જણાવી દઈએ કે ફ્રાન્સ ના પેરિસની રહેવાસી આ છોકરીનું નામ મારી છે, તેણીની ભારત દેશમાં ફરવા આવી હતી. 33 વર્ષીય મારી ભારત ફરવા આવી હતી અને તેને ગાઈડ સાથે પ્રેમ થઈ જાય છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આ છોકરાનું નામ ધીરજ છે અને આ દિવસો ધીરજ તથા મારી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. ધીરજ સાથે લગ્ન કરીને મારી ખૂબ ખુશ છે અને પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહી છે.

મારી આજે ભલે હિન્દી બોલવામાં તકલીફ અનુભવે છે પંરતુ તે ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણ રીતે ભળી ગઈ છે. મારી મોટેભાગે સલવાર સૂટ અથવા તો સાડી પહેરે છે. મારીના પિતા ડોક્ટરની સેવા આપે છે. જ્યારે તેની માતા ટીચર તરીકે ફરજ બજાવે છે. મારી હાલમાં અભ્યાસ કરાવે છે અને ઘર બેઠા ઓનલાઇન ફ્રાન્સ ના ઘણા બાળકોને અભ્યાસ કરાવે છે.

તમને જણાવી દઈએ કે તેઓએ માંડૂમાં પોતાનું ઘર બનાવ્યું ત્યારે તેણીની મિસ્ત્રીનું કામ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મારીને ઘરનું કામ જાતે જ કરવાનું પસંદ છે.

મારી અને ધીરજને લગ્ન જીવનને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને મારી ભારતીય રીતી રિવાજોમાં ભરી ગઈ છે. તેણીની દરેક ભારતીય રીતી રિવાજોને સારી રીતે નિભાવે છે અને પરિવારનું પણ ધ્યાન રાખે છે.

મારી પોતાના પરિવારના લોકોનું ભોજન જાતે જ બનાવે છે. મારી કહે છે કે દરેક ભારતીય તહેવારમાં તેને સાડી પહેરવી ખૂબ ગમે છે. મારીને આજે ભારતમાં રહેવું ખુબ પસંદ આવી ગયું છે અને તેણીની ફ્રાન્સ પણ બહુ ઓછું જાય છે. હાલમાં મારી તેના પતિ અને બાળકો સાથે ખુશહાલ જિંદગી જીવી રહી છે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *