Breaking News

વેન્ટિલેટર પર હતો પતિ અને પત્ની બોલી, મારે બાળક જોઈએ છે, મરતા પહેલા આવી રીતે પ્રેમની નિશાની આપી ગયો પતિ..

કોરોના મહામારી ના લીધે બધા જ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોરોના કાળમાં એવી ઘણી ખબરો સામે આવી રહી છે. જેના વિશે સાંભળીને વ્યક્તિ ભાવુક થઈ જાય છે. આવો જ એક મામલો ગુજરાત રાજયમાંથી સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પ્રેમની છેલ્લી નિશાની મેળવવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. જેના પછી કોર્ટના આદેશ અનુસાર પતિના સ્પર્મ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેથી કરીને પત્નીને માતા બનવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે. તો ચાલો આપણે જાણીએ કે આખો મામલો શું છે.

ખબરો પ્રમાણે કેનેડામાં રહેતી એક યુવતીએ ગુજરાતના રહેવાસી એક છોકરા સાથે ઓકટોબર 2020માં લગ્ન કર્યા હતા. આ બંને ચાર વર્ષથી એકબીજા સાથે સંપર્ક માં હતા. જોકે થોડાક સમયથી મહિલાનો પતિ બીમાર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતો. જેના ઈલાજ માટે આ કપલ ભારત આવ્યા હતા. પત્ની દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અહેવાલ અનુસાર તેના સસરાનું હૃદય રોગને લીધે મૃત્યુ થઈ ગયું હતું અને તેનો પતિ પણ કોરોના વાયરસ નો શિકાર બની ગયો હતો.

કોરોના વાયરસ નો ઈલાજ કરવા માટે પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે 10 મેના રોજ થી પતિની તબિયત વધુ લથડવા લાગી હતી. જેના પછી તેને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પંરતુ તેમની તબિયતમાં કોઈ સુધાર આવ્યો નહોતો. જેના પછી ડોકટરો દ્વારા મહિલાના પતિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો

પત્ની આગળ કહે છે કે વેન્ટિલેટર પર રાખ્યા પછી પણ તબિયતમાં કોઈ સુધાર આવ્યો નહોતો. જેના લીધે ડોક્ટરોએ પણ ફક્ત ત્રણ દિવસનો સમય આપી દિધો હતો. જ્યારે મહિલાએ આ વાત સાંભળી તો તેને ડોકટર સામે પતિની અંતિમ નિશાની તરીકે તેમના સ્પર્મ દ્વારા ગર્ભધારણ કરવા માંગુ છું. જેના પછી ડોકટરે આ માટે કોર્ટની પરવાનગી લેવાની સલાહ આપી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહિલાએ આ પ્રકિયા માટે એક વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં અહેવાલ આપીને પોતાની વાત રજૂ કરી હતી. પત્નીએ આ અહેવાલ માં કહ્યું હતું કે મારો પતિ મૃત્યુ શૈયા પર છે. હું તેમના સ્પર્મ દ્વારા માતા બનવા માંગુ છું પંરતુ કાનૂનમાં આની પરવાનગી નથી. અમારા પ્રેમની અંતિમ નિશાની સ્વરૂપે પતિના સ્પર્મ અપાવવામાં મારી મદદ કરો.

પેશન્ટ ની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ આ અહેવાલ જોઈને જજ પણ ચોંકી ગયા હતા. આ અહેવાલ પર કોર્ટે થોડોક સમય વિચાર કર્યો હતો અને પત્નીના પ્રેમ અને આસ્થા ને જોઈને મંજૂરી આપી દીધી હતી.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *