Breaking News

પુત્રની છૂટાછેડા લીધેલ વહુ સાથે પિતાએ કરી લીધા લગ્ન, બની સાવકી માતા, કહ્યું – હવે બહુ જ ખુશ છું…

આ દુનિયામાં વિચિત્ર લોકોની કોઈ કમી નથી અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોની અવારનવાર ચર્ચા કરવામાં આવે છે. આવો જ એક મામલો ઉત્તરપ્રદેશ થી સામે આવ્યો છે, જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિ ચોંકી શકે છે. હકીકતમાં દીકરાની પૂર્વ પત્ની સાથે પિતાએ લગ્ન કરી લીધા છે અને હવે પૂર્વ પત્ની જ પતિની સાવકી માતા બની ગઈ છે. આટલું જ નહીં તેમનો એક ભાઈ પણ છે, જે પૂર્વ પત્ની દ્વારા પેદા થયેલ બાળક છે.

તમને જણાવી દઈએ કે આ મામલા વિશે ત્યારે જાણવા મળ્યું હતું જ્યારે પુત્રએ પોતાના પિતાની જાણકારી માટે જિલ્લા પંચાયતમાં એક આરટીઆઈ દાખલ કરી હતી. યુવકે પિતા દ્વારા પૈસા આપવાનુ બંધ કરવા પર અને અલગ રહેવા પર આરટીઆઈ દાખલ કરી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યુવકના લગ્ન વર્ષ 2016માં થયા હતા. તે સમયે તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા પંરતુ લગ્નના 6 મહિના પછી તેમની વચ્ચે અણબનાવ થયો હતો અને તેઓ છૂટા પડી ગયા હતા. જોકે યુવકે પત્નીને મનાવવાની ઘણી કોશિશ કરી હતી પંરતુ પત્ની એક વાત લઈને અડગ હતી કે તેને તલાક લેવા છે. છોકરીએ છોકરાને શરાબી ગણાવી દરેક વખતે તલાક લેવાની વાત પર અડગ રહી હતી.

જ્યારે દીકરાને ખબર પડી ગઈ કે તેના પિતાએ જ તેની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા છે તો તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી શનિવારે બંને પક્ષોને બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે અમે બંને પક્ષો વચ્ચે ઝઘડો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છીએ પંરતુ બેઠક દરમિયાન પુત્ર અને પિતા એકદમ આક્રમક દેખાવા મળ્યા હતા.

સર્કલ ઓફિસરનું કહેવું છે કે અમને પહેલા લગ્નના દસ્તાવેજ આપવામાં આવ્યા નથી. કારણ કે તેઓ તે સમયે એકદમ નાબલિક હતા. તેથી તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરી શકાય નહી. આ માટે બંને પક્ષોને થોડોક સમય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહિલાનો પતિ અને પુત્રનો પિતા સફાઈ કર્મચારી છે અને તેમની ઉંમર 40 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે પુત્ર દ્વારા કરવામાં આવેલ કેસ અનુસાર પોલીસ હાલમાં કાર્યવાહી કરી રહી છે. આ સાથે છોકરી પણ પૂર્વ પતિની સાવકી માતા બની ચૂકી છે. છોકરીનું કહેવું છે કે તે હાલમાં તેના પતિ સાથે ખૂબ ખુશ છે અને તેમની સાથે રહેવા માંગે છે.

અવારનવાર આવા મામલા સામે આવતા રહે છે, જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જાય છે. આ બધા મામલા વિશે સાંભળીને સબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જોકે તમારો આ મામલે શું અભિપ્રાય છે, તેના વિશે કોમેન્ટ કરીને જણાવજો.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *