Breaking News

બોયફ્રેન્ડ ના કહેવા પર ડ્રગ્સ વેચતી હતી આંટી, જવાન દેખાવા માટે પિતી હતી સ્પેશિયલ આ પાણી, જાણો શું છે આખો મામલો…

તાજેતરમાં ડ્રગ્સ વાળી આંટીએ મધ્યપ્રદેશ પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે તે બોયફ્રેન્ડ ના કહેવા પર આ ધંધામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે યુવાનોને ડ્રગ્સ ની લત લગાવનાર કાજલ જૈન ઉર્ફે પ્રીતિ 24 ડિસેમ્બર 2020 પોલીસ રિમાન્ડ પર હતી. આ પૂછપરછ દરમિયાન પ્રીતિએ ડ્રગ્સ થી લઈને ઘરમાં લગાવેલ આલ્કલાઈન વોટર પ્લાન્ટ વિશે ખુલાસા કર્યા હતા.

પૂછપરછ દરમિયાન પ્રીતિએ પોલીસ ને જણાવ્યું હતું કે પતિથી અલગ થયા પછી તેણીની બોયફ્રેન્ડ સાથે રહેવા લાગી હતી. તેણે કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તેણે બોયફ્રેન્ડ સાથે મળીને આ કામ કર્યું હતું. પ્રીતિના કહ્યા અનુસાર તેમના ગ્રાહકો ખૂબ જ અસરકારક છે અને તેઓને તે મોટેભાગે કોક નું વેચાણ કરતી હતી. કારણ કે કોક ખૂબ જ મોંઘો આવે છે અને પાછળથી તેની સારી એવી કમાઈ કરી શકાય છે.

પ્રીતિ દ્વારા કહ્યા પ્રમાણે પોલીસે પ્રીતિના ઘરે રેડ પાડી હતી અને તેના ઘરેથી કોકની થેલીઓ મળી આવી હતી. તેના ઘરે એક વોટર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો હતો. જેની કિંમત ત્રણ લાખ હોવાનું સામે આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આ પાણીનું સેવન કરવાથી ઉંમર ઓછી દેખાય છે અને ઘણી મોટી હસ્તીઓ આ પાણીનું સેવન કરે છે. પ્રીતિ ને એક યશ નામનો એક દીકરો પણ છે અને તેને હાલમાં જ પ્રીતિ દ્વારા ગાડી ગીફ્ટમાં આપવામાં આવી હતી. આ સિવાય યશને હથિયારોનો ઘણો શોખ છે.

આ સાથે ડીજીઆઈએ પૂછપરછ દરમિયાન કહ્યું કે આરોપી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને પોતાનો ધંધો ચલાવી રહ્યા હતા. આ કારોબારને પૂરી રીતે ખતમ કરવા માટે પોલીસ શક્ય પ્રયાસ કરી રહી છે.

નોધપાત્ર રીતે પ્રીતિ અમીર છોકરાઓને પોતાની જાળમાં ફસાવીને ખરાબ લત નો શિકાર બનાવી દેતી હતી. આટલું જ નહીં પ્રીતિ તેના સાથીઓ સાથે મળીને રેવ પાર્ટીઓમાં વિદેશની છોકરીઓને મોકલતી હતી. પ્રીતિએ એક મોટો બંગલો ભાડા પર લીધો હતો. જ્યાં તેણીની આ ખરાબ કામને સ્વરૂપ આપતી હતી.

About gujju

Check Also

નવજાત બાળકીને એક વાર ગળે લગાવવા ચાહતી હતી માતા, પણ વિડિઓ કોલ દરમિયાન માતાનું થઈ ગયું મૃત્યુ…

કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોરોનાને લીધે ઘાણ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વેક્સીન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *