Breaking News

અભિષેક બચ્ચને વેચી દીધું પોતાનું આલિશાન ઘર, 2014માં બન્યા હતા માલિક, જાણો શું છે આખો મામલો….

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થવાની હોય છે તો તેઓ ખૂબ ચર્ચામાં રહે છે. જોકે આ દિવસોમાં અભિષેક બચ્ચન કંઇક અલગ વાતને લઈને હેડલાઇન્સ બનાવી રહ્યા છે. હકીકતમાં અભિષેક બચ્ચને તેમનું મુંબઈ સ્થિત ઘર વેચી દીધું છે.

એક ખાનગી રિપોર્ટ અનુસાર અભિષેક બચ્ચને આ ઘર 46 કરોડમાં વેચ્યું હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે મુંબઈના વર્લી માં સ્થિત લક્ઝરી ઓબેરોય એપાર્ટમેન્ટ માં અભિષેક અને અને એશ્વર્યાએ ત્રીજા માળે આ ઘર ખરીદ્યું હતું. જોકે હાલમાં આ ઘર અભિનેતાએ વેચી દીધું છે. આ એપાર્ટમેન્ટ માં અક્ષય કુમાર અને શાહિદ કપૂર પણ ફ્લેટ ની માલિકી ધરાવે છે.

મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરી લેવામાં આવે તો શાહિદ કપૂરે 56 કરોડનો ખર્ચ કરીને અહી એક ફ્લેટ ખરીદ્યો છે. જ્યારે અક્ષયે 52.5 કરોડમાં અહી ઘર ખરીદ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2014માં અભિષેક બચ્ચને અહીં 41 કરોડમાં આ ઘર ખરીદ્યું હતું, જે 7527 સ્કેવર ફૂટમાં ફેલાયલુ હતું.

આ સાથે અભિષેક બચ્ચન ના પિતા અને બોલીવુડના ખલનાયક અમિતાભ બચ્ચને આ વર્ષે મે મહિનામાં 13 કરોડની સંપતિ ખરીદી હતી. આટલું જ નહીં બિગ બી દેશની સાથે સાથે વિદેશમાં પણ અઢળક સંપતિની માલિકી ધરાવે છે. અમિતાભ બચ્ચનના જલ્સા માં જ પાંચ બંગલા છે. જોકે હાલમાં તેઓ પરિવાર સાથે જલસા માં રહે છે.

આ પહેલા અમિતાભ બચ્ચન માતાપિતા સાથે બંગલા પ્રતીક્ષામાં રહેતા હતા. પ્રતીક્ષા એકમાત્ર એવો બંગલો છે, જેને ફિલ્મ જગત માટે ખૂબ જ આઇકોનિક સ્થળ માનવામાં આવે છે. જોકે માતાપિતાના મૃત્યુ પછી અમિતાભજીને અહી રહેવું યોગ્ય લાગતું નહોતું. જેના પછી તેઓ પરિવાર સાથે જલસામાં શિફ્ટ થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે કરોડો રૂપિયાની સંપતિના માલિક હોવા છતાં અમિતાભ જી હજી પણ ફિલ્મો કરી રહ્યા છે. આ સાથે અભિષેક છેલ્લે ફિલ્મ બિગ બુલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સ્ટોક બ્રોકર હંસલ મહેતા પર આધારિત હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. આ સાથે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અનિલ કપૂર અને રાજ કુમાર રાવ સાથે ફિલ્મ ફન્ને ખા માં દેખાવા મળી હતી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *