Breaking News

શાકભાજી વેચનાર વ્યક્તિએ મહેનત કરીને ભેગા કર્યા 2 લાખ રૂપિયા, પણ ઉંદરોએ પૈસાનો કરી દિધો એવો હાલ કે આવ્યા રોવાના દિવસો…

સામાન્ય રીતે વ્યક્તિ પોતાના જીવનમાં દિવસ રાત મહેનત કરીને પૈસા એકઠા કરતો રહે છે પંરતુ કેટલીક વખત એવી ઘટનાઓ બની જાય છે કે જેના લીધે આખા જીવનકાળ દરમિયાન એકઠી કરેલી રકમ એક જ દિવસમાં નષ્ટ થઈ જાય છે. આજ ક્રમમાં આજે અમે તમને આવા જ એક મામલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

તમે ધ્યાન આપ્યું હોય તો ઉંદર આખો દિવસ ઘરમાં કૂદાકૂદ કરતા રહે છે. જેના લીધે લોકો મોટેભાગે ડરતા હોય છે ઉંદર આપણને અને આપણા નુકસાન ના પહોંચાડે પંરતુ બહુ ઓછાં લોકો આ વાત પર ધ્યાન આપતા હોય છે. તમને જણાવી દઈએ કે હાલમાં તેલંગાણા થી એક મામલો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં તેલંગાણા એક વૃદ્ધ ખેડૂતે પોતાના ઈલાજ માટે બે લાખ રૂપિયા એકઠા કર્યા હતા પંરતુ બધા જ પૈસા ઉંદરોએ ખાઈ લીધા હતા.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહબૂબાબાદ જિલ્લાના ઈન્દીરા નગર ના આદિવાસી વિસ્તારના રહેવાસી રેડ્યા નાયક નામના એક વૃદ્ધ ખેડૂત વ્યક્તિ શાકભાજી વેચીને પોતાનો ખર્ચ ચલાવે છે. ખબરો અનુસાર થોડાક સમય પહેલા રેડ્યા નાયક ને ખબર પડી હતી કે તેમને ટ્યૂમર ની સમસ્યા છે, જેના માટે તેઓ દિવસ રાત મહેનત કરીને પૈસા એકઠા કરતા હતા.

આ શાકભાજી વેચનાર વ્યક્તિએ ખૂબ જ મહેનત કરીને અને પૈસા ઉધાર લાવીને 2 લાખ રૂપિયા એક બેગમાં ભરીને તેને અલમારી માં મૂક્યા હતા પંરતુ એક દિવસ જ્યારે તેઓએ આ અલમારી ખોલીને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. તેઓએ જોયું કે તેમને જે બેગમાં પૈસા મૂક્યા હતા તે બેગ ફાટી ગઇ હતી અને તેમાં ઉંદર નોટો ફાડી રહ્યા હતા.

રેડ્યા નાયક કહે છે કે જ્યારે મેં હોસ્પિટલ જવા માટે અલમારી માંથી બહાર કાઢ્યા તો ખબર પડી કે બેગ ફાટી ગઇ છે અને ઉંદર પૈસા ફાડી રહ્યા છે. તેમને બેગમાં ફક્ત નોટોના ટુકડા જ મળ્યા હતા.

ત્યારે ગ્રામજનોએ તેમને બેંકમાં જઈને પૈસા બદલવાનો અનુરોધ કર્યો હતો પંરતુ જ્યારે રેડ્યા નાયક બેંકમાં ગયા તો તેમને સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ પૈસા હૈદરાબાદ રિઝર્વ બેંકના બદલાવની વાત કરી હતી. આ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે હું એક બે નહીં પણ બધી જ બેંકોમાં ગયો હતો પંરતુ અધિકારીઓએ તેમને ના પાડી દીધી હતી.

તમને જણાવી દઈએ કે જ્યારે આ ખબર વાયરલ થવા લાગી હતી તેલંગાણા ના જન જાતીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સરસ્વતી રાઠોડે રેડ્યા ની મદદ માટે આશ્વાસન આપ્યું છે. તેઓએ કહ્યું કે રેડ્યા જે હોસ્પિટલમાં સારવાર કરાવશે ત્યારે તેઓ આર્થિક મદદ કરશે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *