Breaking News

સસુરાલ છોડી પાડોશી સાથે ભાગી પત્ની, પતિના ઘર સામે જ પ્રેમી સાથે રહેવા લાગી, પછી થયું કઈંક આવું કે જાણીને ચોંકી જશો તમે….

સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેનો સબંધ વિશ્વાસના લીધે ટકેલો હોય છે પંરતુ ઘણી વખત આ બંને માંથી કોઈ એક દગો આપે છે તો આ સબંધ તૂટતાં વધારે સમય લાગતો નથી. તમે આજ પહેલા એવી ઘણી ખબરો વાંચી હશે કે જેમાં પત્ની પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હોય.

જોકે આજે અમે તમને એક એવા મામલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં પત્ની પાડોશી સાથે ભાગી ગઈ અને બાદમાં પતિના ઘરની સામે આવી ને જ રહેવા લાગી હતી. જેના પછી જે ઘટના બની તે કોઈ બોલીવુડ સીન કરતા ઓછી નોહતી અને આજે અમે તમને આ વિચિત્ર ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં આ આખો મામલો હરિયાણાના અગ્રાહા ગામનો છે. અહી રહેનાર એક વ્યક્તિના લગ્ન ફરીદાબાદ ના એક ગામની મહિલા સાથે થયા હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો અને તેમની એક ત્રણ માસની દીકરી પણ છે. જોકે તેણીની અચાનક પાડોશી પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી અને ચાર દિવસ બાદ પતિના ઘરની સામે જ પાડોશી પ્રેમી સાથે રહેવા લાગી હતી.

ત્યારબાદ પત્નીના પ્રેમીની માતા મહિનાની ત્રણ માસની દીકરીને લઇને તેના ઘરે આવી ગઈ હતી. અહી તેઓ વચ્ચે ઘણો બબાલનો માહોલ ઉભો થઇ ગયો હતો.

જેના પછી મામલો એટલો ખરાબ થઈ ગયો કે પત્નીના પ્રેમી ના પરિવારના લોકો પતિના ઘરે હથિયાર લઈને ઘૂસી ગયા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો. આ લડાઇમાં પત્ની, પ્રેમી અને તેમની માતા પણ ઘાયલ થઈ ગઈ હતી. જેના પછી પીડિત લોકોએ અગ્રાહા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે વિરોધી પક્ષનો આરોપ છે કે પાડોશી વ્યક્તિ તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો તો તેમના પરિવારના લોકો હથિયાર લઈને પીડિત પતિના ઘરમાં ઘૂસી ગયા હતા. જોકે બંને પક્ષો દ્વારા કરવામાં આવેલ આક્ષેપ દ્વારા પોલીસે હાલમાં 40 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

હવે આખો આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. આ ઘટના વિશે સાંભળીને કોઈપણ વ્યક્તિ ને વિશ્વાસ થઈ શકતો નથી. જોકે તમને આ મામલે કોઇ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *