Breaking News

નીરજ ચોપડાની જેમ 37 વર્ષ પહેલા આ વ્યક્તિ ભાલા ફેંક માં લાવ્યો હતો ગોલ્ડ મેડલ, તો પણ નહોતી મળી આટલી ખ્યાતિ…

નીરજ ચોપડા આ દિવસોમાં દરેક વ્યક્તિના રોલ મોડેલ બની ગયા છે. હકીકતમાં તેઓએ ટોક્યો ઓલિમ્પિક્સ માં ભાલા ફેંક ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેઓ પહેલી વખત ગોલ્ફ મેડલ જીતનાર ભારતીય એથેલિટ્સ બની ગયા છે. આજના આધુનિક અને સોશ્યલ મીડિયાના યુગમાં કોઈપણ ખેલમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. જોકે પહેલાના સમયમાં પરિસ્થિતિ આવી નહોતી. તેનું ઉત્તમ ઉદાહરણ સરનામ સિંહ છે.

નિવૃત્ત થયેલા સૈન્ય અધિકારી સરનામ સિંહે વર્ષ 1984માં નેપાળમાં આયોજિત ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી હતી. જોકે તે સમયે તેઓને કોઈપણ જાતની આર્થિક મદદ મળી નહોતી. જે આજના સમયમાં ખેલાડીઓને આપવામાં આવે છે. હવે નીરજ ચોપડાની જીત પર સરનામ સિંહ કહે છે કે એક નાનકડા ગામમાંથી પણ કોઈ વ્યક્તિ ગોલ્ડ મેડલ લાવી શકે છે, ખાલી આપણે તેની પ્રતિભા ચકાસવાની હોય છે.

સરનામ સિંહ આગળ કહે છે કે દરેક ગામમાં એક એક ચક્કર લગાવવામાં આવશે, જેનાથી પ્રતિભાશાળી બાળકોને તૈયાર કરી શકાય. સરનામ સિંહને પૂર્ણ વિશ્વાસ છે કે ચંબલ અને બિહાર માંથી પણ દેશ માટે નીરજ પેદા થશે.

તમને જણાવી દઈએ કે સરનામ સિંહ જ્યારે 20 વર્ષના હતા ત્યારથી તેઓ સેનાની ભરતીમાં શામેલ થઇ ગયા હતા. સરનામ સિંહ એક બાસ્કેટબોલ ખેલાડી પણ રહી ચૂક્યા છે. હકીકતમાં જ્યારે સરનામ સિંહ જવાન તરીકે ફરક બજાવી રહ્યા હતા ત્યારે તેમના સાથી જવાનોએ તેમને એથલીટ બનવાની વાત કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને તેઓએ બાસ્કેટબોલ છોડીને ભાલા ફેંક ની તૈયારી શરૂ કરી દીધી હતી.

જેના પછી સરનામે વર્ષ 1984માં એશિયાઇ ખેલોમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ ચોથા સ્થાન પર નામ બનાવી શક્યા હતા. જોકે પ્રેક્ટિસ દરમિયાન તેમને ઉજા થતા તેઓ 6 મહિના સુધી અભ્યાસ થી દૂર રહ્યા હતા. ત્યારબાદ એક સમય એવો પણ આવ્યો જ્યારે સરનામે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વાત વર્ષ 1984ની છે. જ્યારે નેપાળમાં એશીયાઇ ખેલોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સૌથી વધારે અંતર પર ભાલો ફેંકીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ સિવાય પણ સરનામે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેઓ 1984માં મુંબઈમાં આયોજિત ઓપન નેશનલ ગેમ્સ માં બીજા સ્થાન પર આવ્યા હતા. આ સાથે તેઓ 1985માં જકાર્તામાં આયોજિત એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં તેઓ 5માં સ્થાન પર રહ્યા હતા.

સરનામ સિંહ કહે છે કે વર્ષ 1985માં જ્યારે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે મેદાનમાં હાજર એક કુલપતિ ને ઉત્તરપ્રદેશ સરકાર ના સચિવ બોલ્યા હતા આ છોકરાએ રેકોર્ડ બનાવ્યો છે, તેમને એક હજાર રૂપિયાનું ઇનામ આપજો. જોકે આ પૈસા હજુ સુધી તેમને મળ્યા નથી..

About gujju

Check Also

એક સામાન્ય સાયકલ લઈને શપથ લેવા પહોંચે છે આ મંત્રી, તેમના વિષે જાણીને તમને નવાઈ લાગશે…..

ચૂંટણી પછી એક મંત્રી કે જે પહોંચે છે સાયકલ લઈને. અનેક નેતાઓ અને મંત્રીઓ તેમની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *