Breaking News

બીએમડબલ્યુ લઈને શોપિંગ પર નીકળી જાડેજાની પત્ની, પોલીસ કોન્સ્ટેબલે મારી દીધી થપ્પડ… પછી…

રવિન્દ્ર જાડેજા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટોચના ખેલાડી છે. તેઓની ક્રિકેટ ના મેદાન પરની બોલિંગ અને બેટિંગ પાછળ ઘણાં લોકો દિવાના છે. આપણે બધા રવીન્દ્ર જાડેજાને જાડેજા તરીકે વધારે ઓળખીએ છીએ પંરતુ શું તમને તેઓનું પૂરું નામ ખબર છે? જો ના તો તમને કહી દઈએ કે તેઓનું પૂરું નામ રવીન્દ્ર સિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા છે.

તેઓનો જન્મ 16 ડિસેમ્બર 1988ના રોજ ગુજરાતના જામનગર જિલ્લામાં થયો હતો. જાડેજા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી છે. અહી તમને જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજા તેમની વૈભવી જિંદગી માટે પણ ચર્ચામાં રહે છે. જોકે રીવા બા ના લીધે તેઓનું નામ ચર્ચામાં આવી ગયું હતું.

હકીકતમાં આજથી અમુક વર્ષ પહેલાં રીવાબા અને એક પોલીસ કોન્સ્ટેબલ સાથે વિવાદ થઇ ગયો હતો. હકીકતમાં રીવા બા પોતાની કાર થી એક પોલીસ કર્મચારી સાથે ટકરાઈ ગઈ હતી.

ત્યારબાદ તેમની વચ્ચે વિવાદ થયો હતો અને પોલીસ કોન્સ્ટેબલે રીવાબા ને થપ્પડ મારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રીવા બા જ્યારે પોતાની બીએમડબલ્યુ કાર ચલાવી રહી હતી ત્યારે તેમની કાર અચાનક પોલીસ કર્મચારી ની બાઈક સાથે ટકરાઈ ગઈ હતી.

ત્યારબાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસ કોન્સ્ટેબલે રીવા બાને થપ્પડ મારી દીધી હતી. જોકે બાદમાં કાનૂની કાર્યવાહી થતા પોલીસ કર્મચારીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

અહી ઉપસ્થિત લોકોની વાત માની લેવામાં આવે તો આ ઘટના દરમિયાન કોન્સ્ટેબલ ની ભૂલ હતી. રીવા જામનગર જોગર્સ પાર્ક સ્થિત પોતાના ઘરથી શોપિંગ કરવા માટે નીકળી હતી. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેલ રોંગ સાઇડ બાઈક ચલાવી રહ્યો હતો. જેના લીધે રીવા બાની ગાડી પોલીસ ની બાઈક સાથે ટકરાઈ હતી. જેના પછી વાતચીત માટે રીવા બા એ કારની ગાડીનો કાચ નીચે કર્યો હતો અને આ દરમિયાન ઝઘડો વધતા પોલીસ કર્મચારી એ રીવા બા પર હુમલો કરી દિધો હતો.

જો આપણે રીવા બા ના અંગત જીવન વિશે વાત કરીએ તો તેઓએ 16 એપ્રિલ 2016ના રોજ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. જેના પછી વર્ષ 2017માં આ કપલે એક પુત્રને જન્મ આપ્યો હતો. આ કપલ એકબીજા સાથે ઘણી વખત સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે.

રવિન્દ્ર જાડેજા હાલમાં સફળતાની ટોચ પર પહોંચી ગયા છે પંરતુ તેમના બાળપણના દિવસો ખૂબ સંઘર્ષમય રીતે પસાર થયા છે. જોકે આજે તેઓએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેના માટે પીએમ મોદી પણ તેમને સર કહીને સંબધોન કરે છે. તમને જણાવી દઈએ કે રવીન્દ્ર નું બાળપણ ગરીબીમાં પસાર થયું છે. રવિન્દ્ર ના પિતા અનિરુદ્ધ જાડેજા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન જાડેજા આર્મી ઓફિસર બનવા માંગતા હતા પંરતુ તેમનો ક્રિકેટ પ્રત્યેનો ઝુકાવ સૌથી વધારે હતો. જોકે પોતાના સપના પૂર્ણ કરતા પહેલા તેમની માતા એક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂકી હતી. માતાને 17 વર્ષે ગુમાવી ચૂકેલા જાડેજાએ ક્રિકેટનુ સપનું છોડી દીધું હતું પંરતુ તેમની બહેને તેમનો સાથ આપ્યો અને ભાઈને પ્રેરણા આપી હતી.

જેના પછી પોતાની મહેનત અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમને લીધે તેઓએ વર્ષ 2009માં પોતાનું સપનું પૂર્ણ કર્યું હતું. આ વર્ષે જ તેમને વન ડે અને ટી ટ્વેન્ટી રમવાની તક મળી હતી. જેના પછી વર્ષ 2012માં જાડેજાએ ટેસ્ટમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને આજ સુધી રવીન્દ્ર જાડેજા ના સ્ટાર ખૂબ ઊંચાઈ પર છે.

About gujju

Check Also

કપિલ દેવે કોહલી વિવાદને લઇને કરી આ વાત કહ્યુ કે…

વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે પૂર્વ કેપ્ટન …

Leave a Reply

Your email address will not be published.