Breaking News

11 વર્ષ પહેલાં વિરાટ કોહલીને આ વિદેશી મહિલા સાથે થઈ ગયો હતો પ્રેમ, હવે ભારત આવીને બની ચૂકી છે અભિનેત્રી…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીને હાલમાં ઓળખની કોઈ જરૂર નથી. દરેક વ્યક્તિ જાણે છે કે વિરાટ અને અનુષ્કા એકાદ-બે વર્ષે પહેલા લગ્ન કરીને ગૃહસ્થ જીવન વસાવી ચૂક્યા છે.

 

જોકે બહુ ઓછાં લોકો વિરાટ કોહલીના અફેર વિશે જાણે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના લગ્ન પહેલા ઘણા અફેર રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને વિરાટ કોહલીના ભૂતકાળના એક એવા અફેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

હકીકતમાં વિરાટ કોહલી પોતાના લગ્ન પહેલા એક વિદેશી છોકરીઓને પોતાનું દિલ આપી ચૂક્યા હતા. હકીકતમાં વિરાટ કોહલીએ અનુષ્કા સાથે લગ્ન કરતા પહેલા બ્રાઝિલની મોડેલ ઇસાબેલ લિટે ને ડેટ કરી હતી. જોકે આ બંનેએ ક્યારેય મીડિયા સામે તેમના અફેરની વાત સ્વીકારી નહોતી.

તમને જણાવી દઈએ કે તેઓ બે વર્ષ સુધી એકબીજા સાથે પ્રેમમાં હતા અને જ્યારે તેઓ અલગ પડ્યા ત્યારે ઇસાબેલ ખુદ આ વાત સ્વીકારી હતી.

આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે ઇસાબેલ બ્રાઝિલમાં જન્મી હતી અને ત્યાં જ તેનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. જોકે 19 વર્ષની ઉંમરે તે ભારત દેશની મુલાકાતે આવી હતી. આ માહિતી ખુદ ઇસાબેલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે ઇસાબેલે આમિર ખાન સાથે ફિલ્મ તલાશમાં કામ કર્યું હતું. આ સિવાય બીજી તે ઘણી બોલીવુડ ફિલ્મોમાં દેખાઈ હતી. જોકે હાલમાં તેણીની સાઉથ ફિલ્મ જગતમાં ખૂબ સક્રિય છે.

જ્યારે ઇસાબેલ વિરાટ કોહલીને ડેટ કરી રહી હતી ત્યારે તેની સુંદરતામાં કોઈ કમી નહોતી પંરતુ હાલમાં ઇસાબેલ ની સુંદરતા ઘણી વધી ગઈ છે. વિરાટ કોહલી અને ઇસાબેલ બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. વિરાટ કોહલી હાલમાં જ એક દીકરીના પિતા બન્યા છે. જ્યારે ઇસાબેલ સિંગલ જીવન જીવી રહી છે.

About gujju

Check Also

નવજાત બાળકીને એક વાર ગળે લગાવવા ચાહતી હતી માતા, પણ વિડિઓ કોલ દરમિયાન માતાનું થઈ ગયું મૃત્યુ…

કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોરોનાને લીધે ઘાણ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વેક્સીન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *