Breaking News

રાજસ્થાનના આ વિધાર્થીઓએ બનાવી દીધી 75 હજારની સોલર કાર, હવે સાવ મફતના પૈસે કરી શકશો સફર…

રેગિસ્તાન અને કિલ્લાના રાજ્ય તરીકે ઓળખાતા રાજસ્થાનના અલવર જિલ્લાના એન્જિનિયર વિધાર્થીઓએ એક ફોર સિટર ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ કાર દેખાવમાં તો ગોલ્ફ કાર જેવી દેખાય છે અને તે સોલાર સિસ્ટમ પર આધારિત છે.

દેશ અને દુનિયામાં વિવિધ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક કાર બનાવીને લોન્ચ કરી છે પંરતુ આ બધાની સરખામણીમાં આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાર એકદમ ખાસ છે. હકીકતમાં વધતા જતા પ્રદૂષણ અને પેટ્રોલ ડીઝલના ભાવ ને લીધે વિધાર્થીઓએ આ કારનું નિર્માણ કર્યું છે.

તમને જણાવી દઈએ કે અલવર જિલ્લાના લક્ષ્મી દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના વિધાર્થીઓએ આ 75 હજારની નજીવી કિંમતની આ કાર બનાવી છે. રસપ્રદ વાત એ છે કે આ કાર બેટરી ચાર્જની સાથે સાથે સોલાર સિસ્ટમ પર આધારિત છે.

જો બેટરી સંપૂર્ણ ચાર્જ હોય તો આ કાર આસાનીથી 100થી 110 કિમી સુધી ચાલી શકે છે. આ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે આ કાર બનતા આશરે પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે.

હકીકતમાં સ્ટુડન્ટ ટીમના લીડર અંકિત કુમાર કહે છે કે શરૂઆતમાં તો ટીમ દ્વારા પાર્કિંગ નું નાનકડું મોડેલ બનાવવાનો વિચાર કર્યો હતો, જેથી બહુ જલદી પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય.

જોકે આ સમય દરમિયાન સંબંધિત વિભાગના HOD રજનીશ કુમારે વિદ્યાર્થીઓને કંઇક નવું કરવા માટે પ્રેરણા આપી હતી. જેના પછી વિધાર્થીઓએ આ ઇલેક્ટ્રિક કારને જન્મ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ ના ગાઈડ સોનૂ મનધેરના એ કહ્યું કે હાલમાં પેટ્રોલ ડીઝલના જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. જેના લીધે એક દિવસ એવો પણ આવશે જ્યારે આ ઇંધણના સ્ત્રોત પૂર્ણ થઈ જશે.

આવામાં આપણે પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ. જેથી કરીને આગામી સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં. આજે દેશમાં ઘણા લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવા લાગ્યા છે. જેમાં ઓછાં પૈસામાં લાંબી મુસાફરી કરી શકાય છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે તમે આજ પહેલા મેદાનમાં, ગોલ્ફ પીચ, ક્રિકેટ પીચ પર ચારેય બાજુથી ખુલ્લી ગાડીઓ જોઈ હશે. તેમાં એકપણ ગિયર આવતો નથી.

તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક રીતે ચાલતી હોય છે. જેમાં ચાર પાંચ લોકો બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇલેક્ટ્રિક કાર પણ કંઇક આવી જ છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *