Breaking News

છેવટે શા માટે પોતાની દાઢી વધારી રહ્યા છે પીએમ મોદી? સામે આવ્યું તેની પાછળનું કારણ…

પીએમ મોદીની દાઢી આ દિવસોમાં સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે. આ સાથે રાજનૈતિક ગલીઓમાં પણ તેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પીએમ મોદી તેમની દાઢી શા માટે વધારી રહ્યા છે. જેમ કે પીએમ મોદીએ લોકડાઉન થયું ત્યારથી જ તેમના લૂકમાં ઘણો બદલાવ કરી દીધો છે અને તેઓ પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. હવે ચાલો આપણે જાણીએ કે પીએમ મોદીએ પોતાના લુક કયા કારણોસર બદલ્યો છે.

હકીકતમાં પીએમ મોદીની દાઢી ને લઈને વિવિધ પ્રકારના તુક્કાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે કોરોનાને લીધે પીએમ મોદી કોઈપણ વ્યક્તિને તેમના નજીક આવવા દેતા નથી, જેના લીધે પીએમ મોદીની દાઢી વધી ગઈ છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલના સમયમાં પીએમ મોદી નજીકના લોકોને પણ મળતા નથી.

એક ખબર અનુસાર આપણા દેશના ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રધાન સચિવ પીકે મિશ્રા અથવા બીજા કોઈપણ ઉચ્ચ નેતા તેમની નજીક જઈ શકતા નથી. આ સાથે પ્રધાનમંત્રી આવાસ સાથે કરનાર લોકો પણ પીએમ મોદી નજીક જતા નથી અને દૂરથી પોતાના કામ પૂર્ણ કરી લે છે. આ સિવાય પીએમ મોદીને સુરક્ષા પૂરી પાડનાર એસપીજી ટીમ ને પણ 6 ફૂટ દૂર રહીને રક્ષા કરવી પડે છે.

આવામાં જો આપણે તેમની દાઢી વિશે વાત કરીએ તો દાઢી નાની કરવા માટે કોઈ નાયીની જરૂર પડે છે. જોકે હાલમાં પીએમ મોદી કોઈપણ વ્યક્તિ ને પોતાની નજીક આવવા દેતા નથી.

આવી સ્થિતિમાં તેઓનું માનવું છે કે દાઢી વધતી હોય તો ભલે વધે પણ હાલમાં કોઇ વ્યક્તિ નજીક આવવો જોઈએ નહીં. આ સાથે કેટલાક લોકો માની રહ્યા છે કે પીએમ મોદી દૈવીય શકિતમાં વિશ્વાસ કરે છે અને જ્યાં સુધી કોરોના જશે નહી ત્યાં સુધી તેઓ પોતાની દાઢી કપાવશે નહીં.

જોકે તમારી માહિતી જાતે જણાવી દઈએ કે અત્યાર સુધી મોદીની દાઢી વધારવા પાછળનું નક્કર કારણ સામે આવ્યું નથી. તમને કહી દઈએ કે ગયા મહિનાઓમાં પીએમ મોદીની દાઢી ઘણી વધી ગઈ છે અને તમે તેમનો દરરોજ નવો લુક સોશ્યલ મીડિયામાં જોઈ શકો છો.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *