Breaking News

લસણની સાથે સાથે તેના છોતરા પણ છે અમૃત સમાન, તાવ શરદીથી લઈને વાળની સમસ્યા કાયમ માટે થઈ જશે દૂર…

આપણા ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. લસણ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે શારિરીક શક્તિ વધારવા માટે પણ કામ કરે છે. લસણ એક શાકભાજી હોવાની સાથે સાથે ઔષધિ તરીકે સાબિત થાય છે પંરતુ બહુ ઓછાં લોકોને ખબર હશે કે લસણની સાથે સાથે તેની છાલ પણ દવાની જેમ કામ કરે છે.

તમને જણાવી દઈએ કે લસણની છાલ તમારા માટે દવાની જેમ કરે છે. હવે તમે વિચારતા હશો કે લસણની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓ દૂર કરી શકાય છે?

તો તમને કહી દઈએ કે લસણની છાલમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે, જે તમારા શરીરને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. આ સિવાય પણ તેના બીજા ઘણા ફાયદાઓ છે, જેના વિશે આજે અમે તમને વિગતવાર જણાવીશું.

જો કોઈ વ્યક્તિને પગમાં સોજો આવી ગયો છે તો તેને ઓછો કરવા માટે લસણની છાલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા લસણની છાલ કાઢીને તેને ગરમ પાણીમાં ઉમેરી લો.

ત્યારબાદ તેને બરાબર ગરમ કરવા માટે મૂકી દો અને જ્યાં સુધી પાણી અડધું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે તેને નીચે ઉતારીને થોડુંક નવશેકું થાય ત્યારે તેમાં થોડોક સમય પગ ડૂબાવી રાખો. જેનાથી પગનો સોજો ઓછો થઈ જશે.

જો તમે તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છો તો પણ તમે લસણની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા લસણની છાલને પાણીમાં મિક્સ કરીને ઉકાળો બનાવી લો. હવે જ્યારે તે હૂંફાળી થાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે તો તમારી સમસ્યા દૂર થઈ જશે.

જો કોઈ વ્યક્તિને ત્વચા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તે વ્યક્તિ લસણનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે લસણની છાલને પાણીમાં ગરમ કરીને આ પાણીને યોગ્ય જગ્યાએ છંટકાવ કરવો જોઈએ.

જો તમે કોઈ કારણસર માથામાં જૂની સમસ્યાથી પરેશાન થઈ વતા છો તો પણ તમે લસણની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા લસણની છાલમાં થોડુંક પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લો. જોકે યાદ રાખો કે પાણી એટલું જ નાખવું જોઈએ કે જેથી પેસ્ટ ઘટ્ટ બની શકે. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને માથામાં લગાવવાથી જૂની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે.

જો તમારા વાળમાં સફેદ ખોડો થઈ ગયો છે અને તેનાથી તમે રાહત મેળવવા માંગો છે તો તમારે લસણના ફોતરાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા લસણની છાલને પાણીમાં ગરમ કરીને તેનાથી વાળ ધોવા જોઈએ. જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને તમારે શરમનો પણ સામનો કરવો પડશે નહીં.

તમને જણાવી દઈએ કે તમે લસણની છાલનો ઉપયોગ કરીને ભોજનનો સ્વાદ પણ વધારી શકો છો. આ સિવાય તેનાથી સૂપ, સ્ટોક જેવી વસ્તુઓ પણ બનાવી શકાય છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *