Breaking News

ભલભલા વ્યક્તિની આંખો ખોલી નાખે એવો કિસ્સો આવ્યો સામે, ચાઇનિઝ રમકડું ખાઈ જતાં લાડલા પુત્રનું મોત, હવે રક્ષાબંધન પર બહેન કોને રાખડી બાંધશે…

દોસ્તો તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કબીર તિવારી નામના નાનકડા બાળકે 20 રૂપિયાનું ચાઇનિઝ રમકડું ખાઈ લેવાને લીધે મૃત્યુ થયું હતું.

હકીકતમાં બહેન મૈત્રી ભાઈ માટે આ 20 રૂપિયાનું ચુંબક જેવું રમકડું લાવી હતી અને તે સ્ટાર આકારનું હોવાનું કહેવાય છે. જોકે આ રમકડું એકદમ નાનું અને મુલાયમ હોવાને લીધે કબીર દ્વારા તેને મોઢામાં મૂકી દેતા ગળામાં અટકી ગયું હતું.

આખી વાત એવી છે કે આ રમકડું મૈત્રીએ ભાઈને આપ્યું હતું પંરતુ ભાઈ ઉંમરમાં નાનો હોવાને લીધે તેને ચુંબકની પરખ ના થતા તેણે તેને મોઢામાં મૂકી દીધું હતું.

આ દરમિયાન કબીરે પરિવારના લોકોને કંઇક અડકતું હોવાની વાત કરી હતી. જેના પછી તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પંરતુ ગળામાં શરદીનો કોઠો હોવાને લીધે ડોક્ટરોએ થોડાક દિવસ પછી ઓપરેશન કરવાની વાત કરી હતી.

કબીર તિવારીને ગળામાં શરદી હોવાને લીધે તેને પ્રવાહી ભોજન માટે પીરસવામાં આવી રહ્યું હતું. જેના લીધે બહુ જલ્દી શરદી દૂર થાય અને ડોકટર તેના ગળામાં ફસાઈ ગયેલ રમકડાંને કાઢી શકે.

કબીરના પરિવારના લોકો કહે છે કે કબીર આ સમય દરમિયાન વિવિધ ભોજન માટે પણ માંગ કરી રહ્યો હતો. આ સાથે કબીરની શાળા પણ શરૂ થઈ ગઈ હતી અને તે ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન મૈત્રી પણ ભાઇને ખૂબ લાડ લડાવી રહી હતી.

આ સમય દરમિયાન મૈત્રી ભાઈને રાખડી બાંધવા માટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવાની રાહ જોઈ રહી હતી. હકીકતમાં કબીરનો 2 એપ્રિલના રોજ જન્મદિવસ હતો પંરતુ તે સમયે કોરોના અને તેના દાદાના મૃત્યુને વધારે દિવસ ના થયા હોવાને લીધે તેનો જન્મદિવસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને રક્ષાબંધન ના રોજ ઉજવવાની વાત કરી હતી પંરતુ કબીરના નસીબમાં કંઇક અલગ જ લખ્યું હતું.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *