Breaking News

10 વર્ષની છોકરીએ પીએમ મોદીને કર્યો મેલ, કહ્યું – સર તમને મળવા માંગુ છું… પછી મોદીજીએ આપ્યો આવો મજેદાર જવાબ…

ભારત દેશના પીએમ મોદીએ હાલમાં એક નાનકડી બાળકી સાથે મુલાકાત કરી હતી અને બાળકી દ્વારા પૂછવામાં આવેલ સવાલોનો જવાબ પણ આપ્યો હતો.

હકીકતમાં એક 10 વર્ષીય અનીશા નામની બાળકીએ વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જ્યારે આ વાત ખુદ પીએમને ખબર પડી ત્યારે તેઓએ તરત જ અનિશાને દિલ્હી બોલાવીને વાતચીત કરી હતી.

મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલની પૌત્રીએ ઈમેલ ના માધ્યમથી નરેન્દ્ર મોદીને મળવાની વાત કરી હતી. ત્યારબાદ આ મેલનો જવાબ આપતા મોદીએ કહ્યું કે દોડીને ચાલી આવ દીકરી… જેના પછી અનિશા દિલ્હી આવી ગઈ હતી અને મોદી સાથે મુલાકાત કરી હતી.

અહમદનગર ના ધારાસભ્ય સુજય વીખે પાટીલ ની દીકરી મોદીને મળવા માટે ઉત્સુક હતી. અનિષા ઘણી વખતે તેના પિતા સામે પીએમ મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી પંરતુ પિતા સૂજય હંમેશા દીકરીની વાત નકારી દેતા હતા. કારણ કે તેઓ જાણતા હતા કે પીએમ મોદીને મળવું કોઈ સામાન્ય વાત નથી કારણ કે વડાપ્રધાન આખો દિવસ વ્યસ્ત રહે છે.

હવે જ્યારે પરિવારના લોકોએ અનિશાની વાત માની નહી તો દીકરીએ સીધો પીએમ મોદીને મેલ કર્યો હતો. જેમાં તેણે મોદી સાહેબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ઘરના કોઈપણ સભ્યને પીએમને કરવામાં આવેલ મેલ વિશે જાણકારી નહોતી. અનિશાએ મેલ કરતા કહ્યું કે હેલ્લો સર જી, હું અનીશા અને હું તમને મળવા માંગુ છું. જેના જવાબમાં મોદીએ કહ્યું કે દોડીને ચાલી આવો બેટી..

વડાપ્રધાન મોદી તરફથી આવેલ આ જવાબ જોઈને અનીશા ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેણે આ વાત પરિવારના લોકોને પણ જણાવી હતી. જ્યારે અનીશા મોદીને મળવા માટે દિલ્હી પહોંચી તો મોદીએ પહેલો સવાલ કર્યો હતો કે અનીશા ક્યાં છે?

મુલાકાત દરમિયાન અનીશાએ પીએમ મોદીને ઘણા સવાલ કર્યા હતા, જેમ કે આ તમારી ઓફિસ છે? તમે આખો દિવસ ઓફિસમાં બેસો છો? તમારી ઓફિસ કેટલી મોટી છે!! દીકરીએ પીએમને પૂછ્યું હતું કે તમે ગુજરાતના છો અને તમે રાષ્ટ્રપતિ ક્યારે બનશો? આ સવાલ સાંભળીને ખુદ પીએમ મોદી હસવા લાગ્યા હતા.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *