Breaking News

ખતરામાં છે વિરાટ કોહલીની કારકીર્દિ, આ જ્યોતિષે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, જણાવ્યું નવા કપ્તાનનું નામ…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને લઈને ઘણા ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. એ વાતમાં જરાય શંકા નથી કે કેપ્ટનશિપ નિભાવી રહેલા ક્રિકેટર વિરાટ કોહલીએ ઇન્ડિયન ટીમને પોતાની આગવી સૂઝબૂઝથી ઘણી આગળ લઈ જવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

જોકે વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશિપ હેઠળ કોઈ ICC ખિતાબ વિજયી થઈ શક્યા નથી. થોડાક સમય પહેલા ન્યુઝીલેન્ડ સામે ભારતે ICC વર્લ્ડ કપ મેચ રમી હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના પછી વિરાટની કપ્તાનશિપ ની ચર્ચાઓએ જોર પકડયું છે.

વિરાટ કોહલી આજના સમયમાં સૌથી સફળ ખેલાડી છે. તેઓ કોઈપણ મેચમાં પોતાની આકર્ષક બેટિંગ થી દર્શકોના દિલ જીતી લે છે પંરતુ ગયા બે વર્ષથી તેઓએ એકપણ સદી ફટકારી નથી. ICC ટુર્નામેન્ટમાં હાર મેળવ્યા બાદ તેઓ અત્યાર સુધી એક પણ IPL ટ્રોફી પણ જીતી શક્યા નથી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ હટાવીને રોહિત શર્માને કેપ્ટનશિપ આપવી જોઈએ, એ વાત ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. જોકે હવે આ બાબતે જ્યોતિષ પંડિત જગ્ગનાથ ગુરુજીએ એક ભવિષ્યવાણી કરી છે. તેમના કહ્યા અનુસાર રોહિત શર્મા ટીમના આગામી કપ્તાન હશે.

લોકોનું પણ માનવું છે કે ટી 20 અને વન ડેની કેપ્ટનશિપ રોહિત શર્માને આપી દેવી જોઈએ. જેથી કરીને વિરાટના ખભા પરનો ભાર ઓછો થઈ જશે. આ સાથે તમને જણાવી દઈએ કે દરેક ફોર્મેટમાં રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. તેઓએ આઇપીએલ માં ચાર વખત ટ્રોફી જીતી છે. આ સાથે તેઓએ કાર્યવાહક રીતે ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ નિભાવી છે અને તેમના રેકોર્ડ પણ શાનદાર છે.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના આગામી કેપ્ટન ની ભવિષ્યવાણી કરનાર પંડિત જગ્ગનાથ ગુરુજીએ આ પહેલા પણ ઘણી આગાહી કરી ચૂક્યા છે અને તેમની મોટાભાગની આગાહીઓ અત્યાર સુધી સાચી પડી છે.

જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતાપિતા બનવા જઈ રહ્યા હતા તે પહેલાં પંડિત જગ્ગનાથ ગુરુજીએ આગાહી કરી હતી કે વિરાટ ના ઘરે દીકરીનો જન્મ થશે.

તમને જણાવી દઈએ કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના દિવસે દીકરી વામિકા ને જન્મ આપ્યો હતો. આટલું જ નહી પંડિતજી આઇપીએલ ને લઈને પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. તેઓએ વર્ષ 2020માં આગાહી કરી હતી કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ IPL નો ખિતાબ જીતશે અને તે સાચું પણ પડ્યું હતું.

About gujju

Check Also

નવજાત બાળકીને એક વાર ગળે લગાવવા ચાહતી હતી માતા, પણ વિડિઓ કોલ દરમિયાન માતાનું થઈ ગયું મૃત્યુ…

કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોરોનાને લીધે ઘાણ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વેક્સીન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *