Breaking News

કરોડપતિ બિઝનેસ મેનના પ્રેમના પાગલ છે જેક્વેલિન ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડે જૂહુમાં ખરીદ્યું છે 250 કરોડનું વૈભવી ઘર…

બોલીવુડ અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝ હાલમાં તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે. જેક્વેલિન એવી અભિનેત્રીઓ પૈકી એક છે જે તેની સ્ટાઇલ માટે જાણીતી છે. તેની સ્ટાઇલ પાછળ હજારો લોકો દિવાના થઈ જાય છે.

જેક્વેલિન નો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો હતો. જેક્વેલિન ના પિતા શ્રીલંકાના ફેમસ સિંગર છે. જ્યારે તેમની માતા મલેશિયા મૂળની છે. જે વ્યવસાયે એક એયર હોસ્ટેસ હતી.

જેક્વેલિન વર્ષ 2006માં શ્રીલંકન યુનિવર્સનો ખિતાબ પણ જીતી ચૂકી છે. આ સાથે અભિનેત્રીએ માસ કમ્યુનિકેશન માં ડિગ્રી પ્રાપ્ત કરી છે. જ્યારે જેક્વેલિન નો અભ્યાસ પૂર્ણ થઈ ગયો ત્યારે અભિનેત્રીએ રિપોર્ટર તરીકે કામની શરૂઆત કરી હતી અને અહીથી જ તેણીએ મોર્ડલિંગ કરવા માટે આગળ પગલું ભર્યું હતું.

આ દરમિયાન જેક્વેલિન ને ભારત આવવાની તક મળી હતી અને અહી આવીને તેણે મર્ડર 2, હાઉસફૂલ 2, રેસ 3, કિક, રોય, હાઉસફૂલ 3 જેવી ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આજે જેક્વેલિન બોલીવુડની ટોચની અભિનેત્રી બની ગઈ છે અને તેની સુંદરતા પાછળ લાખો લોકો દિવાના છે.

અભિનેત્રી ફિલ્મોની સાથે સાથે તેની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ચર્ચાનો વિષય બનીને રહે છે. સોશ્યલ મીડિયામાં તેણીની ખૂબ જ એક્ટિવ રહે છે અને તેનું એકથી ચઢિયાતી તસવીરો પણ શેર કરે છે. જેને જોઈને ચાહકો તેના દિવાના બની રહ્યા છે.

જો આપણે અભિનેત્રીના અંગત જીવન વિશે વાત કરીએ તો તે હાલમાં સાઉથના ઉદ્યોગપતિને ડેટ કરી રહી છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી તેના મિસ્ટ્રી બોયફ્રેન્ડ ને લઈને ખૂબ ચર્ચામાં છે પણ તેનું નામ હજી સુધી સામે આવ્યું નથી.

એક રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે લીવઇનમાં રહેવા માટે એક ઘર પણ ખરીદ્યું છે. જે જુહુમાં સ્થિત છે. જોકે તેનો આ મિસ્ટ્રી બોયફ્રેન્ડ કયો છે, તેના વિશે આગામી સમયમાં ખબર પડી જશે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *