Breaking News

ગુજરાતની આ મહિલાએ વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને શરૂ કર્યો પશુપાલનનો ઉદ્યોગ, પતિ પણ બન્યો ખેડૂત, આજે તેના કામની સમાજમાં થઈ રહી છે વાહવાહી…

દોસ્તો આજના સમયમાં મોટાભાગના યુવાનો વિદેશમાં જઈને લાખો રૂપિયાની નોકરી કરવાના સપનાઓ જોઈ રહ્યા છે. જોકે તમે વિચાર કરો કે તમે વિદેશમાં કોઈ સારી કંપનીની જોબ કરો છો.

અને તમને કોઈ ઘરે આવીને પશુપાલન નો ધંધો કરવા જણાવે તો સ્વાભાવિક રીતે તમને આશ્ચર્ય થશે. કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાની એશોઆરામ ની જિંદગી છોડીને પશુપાલન અને ખેતી કરવાનું પસંદ કરશે નહીં.

પંરતુ આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવા કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓને વિદેશમાં લાખોની નોકરી પડતી મૂકીને પોતાના વતનમાં આવીને ખેતીનો ધંધો શરૂ કર્યો છે.

અમે જે દંપત્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેઓ લંડનમાં વૈભવી જિંદગી જીવી રહ્યા હતા. જેમાં મહિલા તો એરહોસ્ટ્સ ની નોકરી કરતી હતી પંરતુ આજે આ મહિલા એક ખરી ગોવાલણ બની ગઈ છે. અમે જે દંપત્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેઓને જીવનમાં ક્યારેય ખેતરમાં પગ મૂક્યો નહોતો.

તમને જણાવી દઈએ કે અમે જે દંપતી વિશે વાત કરી રહ્યા છીએ તેઓ રામદે ખૂંટી અને તેમની પત્ની ભારતી ખૂંટી છે. જેઓ પોરબંદરના રહેવાસી છે. તેઓ આશરે ગયા આઠ વર્ષથી વિદેશી ધરતી લંડનમાં રહી રહ્યા હતા. જેમાં ભારતી તો બ્રિટિશ સરકાર હેઠળ એર હોસ્ટેસની જોબ કરતી હતી.

આ દરમિયાન તેમના ઘરે એક બાળકનો જન્મ થાય છે. ત્યારબાદ આ દંપત્તિ પોતાના વતનમાં આવીને કંઇક કરી બતાવવા અંગે વિચાર કરે છે. એક સમય એવો પણ આવે છે જ્યારે તેઓ વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને ગામડે સ્થાયી થઈ જાય છે.

આ દંપતી જ્યારે વિદેશમાં રહેતા હતા ત્યારે તેઓને ક્યારેય વિચાર કર્યો નહોતો કે તેઓ ઘરે આવીને પશુપાલન અને ખેતીનો ધંધો કરશે. તેઓ વિદેશની નોકરી છોડીને ભારત આવવા અંગે કહે છે કે તે તેમના બાળકને ભારતીય સંસ્કૃતિમાં ઉછેરવા માંગતા હતા.

જેના લીધે તે સારા સંસ્કારો ગ્રહણ કરી શકે અને જમીન સાથે જોડાયેલ રહે. આ સાથે તેઓ પહેલાથી તેમના બાપ દાદાનો ધંધો શરૂ કરવા માંગતા હતા. તેમનો આ નિર્ણય જ તેમને વિદેશથી ગામડે લઈ આવ્યો હતો.

તમને કહી દઈએ કે ભારતી ખૂંટી આજે એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં તે તેની દૈનિક કાર્ય ના વીડિયો અપલોડ કરતી રહે છે અને લોકોને તેમના આ વીડિયો પસંદ પણ આવે છે. આ લેખ વાંચ્યા પછી એવા લોકોને પ્રેરણા મળશે કે જેઓ ખેતી છોડીને ગામડેથી દૂર નાની મોટી નોકરી કરવા જતા હોય છે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *