Breaking News

5-10 મેડલ તો સેનાના જવાનો લાવી દે,PM મોદીએ 2013માં કરી હતી ભવિષ્યવાણી…..

જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ શનિવારના ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો. નીરજ ભારતીય સેનાની 4 રાજપૂતાના રાઇફલ્સમાં સૂબેદાર છે. નીરજની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો 2013નો છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 14 જુલાઈ, 2013ના તેમણે પુણેના ફર્ગુસન કૉલેજમાં સ્પીચ આપી હતી. આમાં તેમણે દેશને ઑલિમ્પિકમાં મેડલ ના મળવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, જો સેનાના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે તો 5-10 મેડલ તો તેઓ જ લાવી શકે છે. આ સ્પીચ પહેલા 2012માં લંડન ઑલિમ્પિક થઈ હતી. તેમાં ભારતે 6 મેડલ જીત્યા હતા. આમાં વિજય કુમારે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે વિજય કુમાર સેનામાં કેપ્ટન હતા. પુણેમાં પીએમ મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, “જ્યારે ઑલિમ્પિક ગેમ્સ થાય છે ત્યારે ટીવીમાં, સમાચારોમાં, નેતાઓમાં, સામાજિક જીવનમાં તમામ જગ્યાએ ચર્ચા થાય છે. આટલા મોટા દેશને ગોલ્ડ મેડલ નથી મળ્યો. ફલાણો દેશ આ કરી ગયો, ઢીકણો દેશ આ કરી ગયો.”

પીએમ મોદી વિડીયોમાં આગળ કહી રહ્યા છે કે, “ઠીક છે સ્થિતિ છે, પરંતુ શું આપણે ક્યારેય આ દેશની શિક્ષણ વ્યવસ્થાને આની સાથે જોડી. આપણી યુવા પેઢીને આપણે તક આપી. શું 120 કરોડના દેશમાં ના મળી શકે. ફક્ત સેનાના જવાનોને આ કામ આપવામાં આવે. સેનાના જવાનોમાંથી મેપિંગ કરવામાં આવે. રમતમાં રસ લેનારાઓને અલગ રાખવામાં આવે. તેમને જ ટ્રેનિંગ આપવામાં આવે તો 5-7-10 મેડલ તો સેનાના આ જવાનો લઈને આવી શકે છે. વિચાર જોઇએ વિચાર, અને પછી માથું પકડી-પકડીને બેસી રહેવું. કંઈ નથી થયું. પછી એક-બેને નસીબમાં આવી જાય તો તેને છાતી તાણીને ફરતા રહેવું.”

About gujju

Check Also

આ ૫ ઘરેલુ ઉપાયથી ચોમાસામાં થયેલ ખાંસીને જડમુળમાંથી દૂર કરો…..

આજકાલ, ઘણા લોકોને ખાસ કરીને વધતી ઉધરસની સમસ્યા છે. ખીલની સારવાર માટે એપોઇન્ટમેન્ટ કેવી રીતે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *