Breaking News

ઇંગ્લેન્ડના ખેલાડીનો આરોપ,પાકિસ્તાનને વર્લ્ડકપ માંથી બહાર કરવા જાણી જોઈને હારી ગઈ ટિમ ઇન્ડિયા….

ભારતીય ચાહકોને હજી પણ વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની ભારતીય ટીમની હાર યાદ છે. પરંતુ હવે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ હાર અંગે ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિકંદર બખ્તએ દાવો કર્યો છે કે બેન સ્ટોક્સે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ભારતીય ટીમ ઇરાદાપૂર્વક ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી ફેંકી દેવા માટે હાર્યો હતો. બેન સ્ટોક્સના આ નિવેદને કારણે ભારે હંગામો થયો છે.

બેન સ્ટોક્સે તાજેતરમાં જ પોતાની બુક  બુકમાં 2019 ના વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં બેન સ્ટોક્સે જણાવ્યું છે કે જ્યારે ધોની ઈંગ્લેન્ડ સામેની મેચમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમને 11 ઓવરમાં 112 રનની જરૂર હતી.

પરંતુ ધોનીએ વિચિત્ર બેટિંગ કરી. ધોનીએ મેચ જીતવાની ભાવના બતાવી નહોતી. તેમણે એમ પણ લખ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભાગીદારી પણ રહસ્યમય લાગી.

ઇંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપમાં ભારત સામે 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ટીમ ઇન્ડિયા 5 વિકેટના અંતે 306 રન જ બનાવી શકી હતી. અને મેચ 31 રને હારી ગઈ હતી. ધોની અને કેદાર જાધવ અણનમ રહ્યા.

ધોનીએ 31 બોલમાં 42 રન બનાવ્યા જ્યારે જાધવે 13 બોલમાં 2 રન બનાવ્યા. આ હાર બાદ ધોની અને કોહલીની ઇચ્છા ઉપર સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં, તે સમયે ટિપ્પણી કરતા સૌરવ ગાંગુલીએ પણ ધોની અને જાધવની બેટિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે મેચ જીતવી તે માત્ર વિરાટ અને રોહિતની જવાબદારી નથી.

About gujju

Check Also

મહેલ જેવું છે મહેન્દ્રસિંઘ ધોનીનું ૭ એકરમાં ફેલાયેલ ફાર્મ હાઉસ,જુઓ તસવીરો…..

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ આ દિવસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *