Breaking News

આ બે ભારતીય ક્રિકેટરોને આપવામાં આવશે ખેલરત્ન એવોર્ડ,BCCI એ કરી જાહેરાત…

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ મિતાલી રાજ અને વનડે મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને શિખર ધવનને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘લાંબી ચર્ચા પછી, અમે આર અશ્વિન અને મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજને ખેલ રત્ન એવોર્ડ માટે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

‘ ધવનનું નામ અમે ફરીથી શામેલ કર્યું છે.આ ઉપરાંત, અર્જુન એવોર્ડ માટે કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહના નામની પણ ભલામણ કરવામાં આવી છે.

રમત મંત્રાલયે થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય રમતગમત એવોર્ડ 2021 માટેની અરજીની તારીખ વધારવાનો નિર્ણય લીધો હતો. અગાઉ, રાષ્ટ્રીય રમતગમત એવોર્ડ માટે ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ 21 જૂન હતી.

Ravichandran Ashwin and Mithali Raj are reportedly recommended for Khel  Ratna Award - Sports India Show

20 મેના રોજ રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે અરજીઓ મંગાવી હતી. તેણે લાયક રમતવીરો, કોચ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને કોરોનાવાયરસ રોગચાળાને કારણે સતત બીજા વર્ષે સ્વ-નોંધણી કરવા અને ઓનલાઇનઅરજી કરવા જણાવ્યું છે.

ગયા વર્ષે ક્રિકેટર રોહિત શર્મા, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, કુસ્તીબાજ વિનેશ ફોગાટ, પેરાલિમ્પિયન મરિયપ્પન, થાંગાવેલુ અને ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને સંયુક્ત રૂપે રત્ન એનાયત કરાયો હતો.

About gujju

Check Also

જાડેજા બાદ વોર્નર પર ચઢ્યો ‘પુષ્પા’નો રંગ, instagram પોસ્ટ વાયરલ

તાજેતરના T20 વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરે ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *