Breaking News

કોરોનની ત્રીજી લહેર ને લઈને કેન્દ્રનો રાજ્યસરકારોને આદેશ,પત્ર લખ્યો રાજ્યની સ્થિતિ જોઈને આ ખાસ કદમ ઉઠાવવા કરવામાં આવ્યો આદેશ,જાણો…

કોરોનાની બીજી લહેરે ભારત મા ભયંકર તબાહી મચાવી છે. જેમાં મોટાભાગનના રાજ્યોએ લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ લગાવ્યું હતુ. ત્યારે કોરોના કેસની સંખ્યા ઘટી હતી. એ બાદ રોજગાર અને ધંધાને લઈને અનેક રાજ્યોમાં છૂટ અપાઈ રહી છે. પણ અનેક અનેક જગ્યાએ હજુ ભીડ જોવા મળી.

કેન્દ્ર સરકાર દ્વારા બજારો માં એ બીજી જગ્યાએ ભીડને જોતા બધા રાજ્યોને ચતવણી આપવામાં આવી કે સાવધાનીપૂર્વક આ બધી પ્રક્રિયા નો માં વધારો કરવો જોઈએ. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ અને વેક્સીનેશનને મહત્વ આપવું જોઈએ.ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એક પત્ર લખી કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછત કોરોના સંક્રમણની હકિકત જાણ્યા બાદ આપવી જોઈએ.

2 મહિનામાં ત્રીજી લહેર ભારત દેશમા આવી શકે – ગુલેરિયા

કેન્દ્ર સરકાર તરફથી આ આદેશ એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાની એ ચેતવણી બાદ આપવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું હતું કે આવનાર 6થી 8 અઠવાડિયામાં એટલે કે 2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં ભયંકર તબાહી મચાવી શકે છે.

આવતા 6થી 8 અઠવાડિયામાં કોરોના ના કેસ વધવા લાગશે – ગુલેરિયા

એમ્સના ચીફે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આપણે અનલોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે અને ફરીથી કોરોનાના નિયમોના પાલન કરવામાં બેદરકારી નિભાવી રહ્યા છે. એવું લાગે છે કે પહેલી અને બીજી લહેરમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ ન શીખ્યા.

Second Wave of Coronavirus - How to Prepare and When to Expect It

ભીડ ભેગી થઈ રહી છે. લોકો ભેગા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણના આંકડામાં વધારો થતા સમય લાગશે. પરંતુ આવતા 6થી 8 અઠવાડિયામાં કોરોના સંક્રમિતઓ ના કેસ વધવા લાગશે કે થોડા સમય પછી. આ બધું નિર્ભર કરે છે આપણે કેવી રીતે નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ભીડ ભેગી થતા રોકી રહ્યા છીએ.

 

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *