Breaking News

આ શું ? ચીને ખાલી ૨૮ કલાકમાં ઉભી કરી ૧૦ માળનીમોટી ઇમારત,જાણો કઈ રીતે….

અત્યારે આપણે ત્યાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગ ઊભી કરવામાં ઘણા મહિનાઓથી વર્ષોનો સમય જતો હોય છે અને ઘર કે ઓફિસનું સાઈઝીંગ લેવામાં આટલો લાંબો સમય રાહ જોવી પડતી હોય છે ત્યારે જ ચીને વધુ એક આશ્ચર્ય અને અનોખું કૃત્ય સર્જ્યુ છે.

ચીનના એક ડેવલપરે ફક્ત ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળની ઇમારત ઊભી કરી સૌને આશ્ચર્ય માઁ મૂકી દીધા છે. ચીનના ચાંગ્શામા બ્રોડ નામના ગ્રૂપે પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ બાંધકામ ઉભું કરી દીઘું હતું અને તેનો વીડિયો તૈયાર કરીને તેને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી દીધો છે અને હાલમાં આ વીડિયો વધુ ને વધુ વાઇરલ થઇ રહ્યો છે.

લોકો વિચારમાં પડી ગયા છે કે આવું કેવી રીતે શક્ય થઇ શકે અને તે અંગે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે. હવે આપણે આ પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીની વાત કરીએ,

તો તેના હેઠળ હાઇ રાઇઝ બિલ્ડિંગનું નિર્માણ નાના-નાના સેલ્ફ કન્ટેન્ટ મોડયૂલર એકમોનું એસેમ્બલ કરીને આખું સ્ટ્રેક્ટયુર ઇમારત ઊભી કરવામાં આવે છે, આ એકમોને પહેલેથી જ એક ફેક્ટરીમાં તૈયાર કરી દેવામાં આવે છે. હકીકતમાં પ્રી-ફેબ્રિકેટેડ ઇમારતોને ઝડપથી જોડવા માટે નિર્માણ કરવામાં આવે છે.

આ રીતે થયું ઇમારતનું નિર્માણ

ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા બિલ્ડિંગના તમામ હિસ્સાને તેના કૅન્સટ્રકશન સાઈટ પર લાવી દેવામાં આવ્યા હતાં. આ એકમોને એક પછી એક એં રીતે એક પછી એક નટ-બોલ્ટની મદદથી એક બીજા સાથે ભેગા આવ્યા હતાં અને એમ કરતાં આખી ઇમારત ઊભી થઇ ગઇ હતી. તે પછી તેને વીજળી અને પાણીનું કનેક્શન જોડી આપવામાં આવ્યું હતું.

 

 

About gujju

Check Also

ભંગારના ડબ્બા માંથી મળેલ એક પ્રાચીન સિક્કાએ વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું રાતોરાત બની ગયો અમીર,જાણો….

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં લાંબો સમય લેતો નથી અથવા જ્યારે ઉપરની કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *