Breaking News

ચોમાસાના અત્યારસુધી ના સૌથી મોટા સમાચાર,આ વિસ્તારો માઁ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી,આજનો દિવસ ગુજરાત માટે ભારે….

આખા રાજ્ય ભરમાં ધીરે ધીરે ચોમાસાનો માહોલ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના મૌશમ વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના મોટા શહેરોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે કેટલાક જિલ્લાઓમાં તો વહેલી સવાર થી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

એકબાજુ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. હવામાન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે જામનગર, ભાવનગર, અમરેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે તો આણંદ, નડિયાદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં ભરૂચ, નવસારી, ડાંગમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવતા 24 કલાક સુધી અતિભારે વરસાદ પડી શકે છે વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં અતિભારે વરસાદ પડી શકે

ગઈ કાલે આણંદ જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગઈ કાલ સવારથી સાંબેલાધાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા માત્ર 4 કલાકમાં જ 7 ઈંચ જેટલો વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો માઁ પાણી ભરાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

About gujju

Check Also

સુરતના મેયરના બંગલાનું લાઈટબિલ જાણીને હેરાન થઇ જાસો,પ્રજાના પૈસા લીલા લહેર…..

સુરતના મેયરના આ બંગલાને હળવાશથી ન લેવો જોઈએ સુરતના મેયર હેમાલી બોઘાવાલા એક સુંદર મહેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *