Breaking News

દુનિયાની સૌથી મોંઘી કેરી,એક કિલોનો ભાવ છે ૨.૫૦ લાખ રૂપિયા,આ કેરીના બગીચા ની સુરક્ષા કરે છે ૩ ગાર્ડ અને ૯ કુતરા,જાણો આ કેરી ની ખાસિયત…

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક એવો કેરીનો બગીચો છે જેની સુરક્ષા માટે ત્રણ ગાર્ડ અને નવ કૂતરા રાખવામાં આવ્યા છે. તમને થશે આ કેરીના બગીચામાં એવું તો શું ખાસ છે? આ બગીચામાં જે પ્રકારની કેરી છે તે ખુબ જ ખાસ છે.

આ કેરી મુખ્યત્વે જ જાપાનમાં જોવા મળે છે. જબલપુરના આ બગીચામાં જે કેરી ઉગાડવામાં આવી છે તેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટ માં 2 લાખ 70 બજાર પ્રતિ કિલો છે.કેરીની કિંમત આટલી મોંઘી હોવાના કારણે તેની સુરક્ષા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Most expensive mango in the world , Cost 2lakh rupees , but why? - Tezz  Buzz English | DailyHunt

આ કેરીની સુરક્ષા માટે કૂતરાઓ અને ગાર્ડસ 24 કલાક બગીચાની રખેવાળી કરતા રહે છે. બગીચાના માલિક સંકલ્પે કહ્યું છે કે આ જાપાની કેરીનું નામ ટાઇયો નો ટમૈંગો છે. આ કેરીને એગ ઓફ સન એટલે કે સૂરજનું ઇંડુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

સંકલ્પ જણાવે છે કે ગયા વર્ષે આ કેરી ઘણી ચર્ચામાં આવી હતી. જેના કારણે તેમના બગીચામાંથી કેરીની ચોરી પણ થઇ હતી. જેના કારણ તેમણે આ વર્ષે આ કિંમતી કેરીની સુરક્ષામાં ખાસ વધારો કર્યો છે. આ કેરી જ્યારે પુરી પાકી જાય છે ત્યારે તે આછી લાલ અને પીળા રંગની બની જાય છે. અને આ એક કેરીનું વજન પણ 900 ગ્રામ જેટલું હોય છે.

Miyazaki Mango Products | Authentic Japanese product

કેરીની આ જાત જાપાનની અંદર ખાસ પ્રકારના વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. જો કે સંકલ્પ સિંહ પરિહારે આ કેરીને પોતાની પડતર જમીનમાં વાવી છે. સંકલ્પ ના કહેવા પ્રમાણે શરુઆતમાં 4 એકર બગીચામાં પેલા તેને આ કેરીના કેટલાક આંબા લગાવ્યા. ત્યાંથી શરુઆત બાદ ત્યારે તેમના 14 એકરના બગીચામાં 14 હાઇબ્રિડ તથા છ વિદેશી પ્રકારની કેરી થાય છે.

 

About gujju

Check Also

ભંગારના ડબ્બા માંથી મળેલ એક પ્રાચીન સિક્કાએ વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું રાતોરાત બની ગયો અમીર,જાણો….

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં લાંબો સમય લેતો નથી અથવા જ્યારે ઉપરની કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *