Breaking News

‘ઉડતા શીખ’ તરીકે જાણીતા એવા મિલ્ખા સિંહનું થયું નિધન,PM એ આપી શ્રદ્ધાંજલિ……

પૂર્વ ભારતીય લિજેન્ડ દોડવીર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. લગભગ એક મહિનાથી કોરોના સાથે લડી લડ્યા બાદ ફ્લાઇંગ શિખ મિલ્ખા સિંહ જિંદગીથી જંગ હારી ગયા છે. આ અઠવાડિયા માં જ તેમના પત્ની અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું નિધન પણ કોરોનાના કારણે જ થયું હતું. પદ્મશ્રી મિલ્ખા સિંહે 91 વર્ષે છેલ્લા શ્વાસ લીધા ત્યાં નિર્મલ મિલ્ખા સિંહ 85 વર્ષના હતા.

કોણ હતા મિલ્ખા સિંહ

મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ દોડવીર રહ્યા છે. ચાર વખત એશિયન ગેમ્સના સુવર્ણ પદક વિજેતા મિલ્ખા સિંહે 1958માં કોમનવેલ્થ ગેમમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તેમનું સર્વોચ્ચ પ્રદર્શન જો કે 1960ના રોમ ઓલિમ્પિકમાં હતું .

જેમાં તેઓ 400 મીટર ફાઇનલમાં ચોથા નંબર પર રહ્યા હતા. તેમણે 1956 અને 1964માં ઓલિમ્પિકમાં ભારતની પ્રહેવાની કરી હતી.મિલ્ખા સિંહને 1959માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

મિલ્ખા સિંહને ગયા મહિને કોરોના થયો હતો અને બુધવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને જનરલ આઇસીયુમાં શિફ્ટ કરી દેવાયા હતા. ગુરૂવાર સાંજે તેમની તબિયત સ્થિર હતી. તેમની પત્નીનું 85 વર્ષની વયે રવિવારના રોજ એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું.

PM એ આપી શ્રદ્ધાંજલિ-કહ્યું ‘આપડે મહાન એથ્લીટ ગુમાવી દીધો છે’

મહાન એથલીટ એવા મિલ્ખા સિંહના અવસાન પર પ્રધાન મંત્રી મોદીએ ફોટો શેર કરતાં શોક વ્યકત કર્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું – મિલ્ખા સિંહજીના અવસાનથી આપણે એક મહાન ખેલાડી ગુમાવી દીધો, જેમણે દેશની કલ્પના પર કબ્જો કરી દીધો અને અગણિત ભારતીયોના દિલોમાં એક ખાસ જગ્યા મેળવી લીધી હતી.. તેમના પ્રેરક વ્યક્તિત્વ એ તેમને લાખો લોકોના પ્રિય બનાવી દીધી. તેમના નિધનથી આહત છું.

 

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *